ETV Bharat / state

કોરોનાનો ગ્રાફ સતત વધ્યો, 24 કલાકમાં 775 પોઝિટિવ કેસ 2 મોત

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડ લાઇન્સનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું. જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 775 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 2 મોત નોંધાયા છે.

કોરોનાનો ગ્રાફ સતત વધ્યો, 24 કલાકમાં 775 પોઝિટિવ કેસ 2 મોત
કોરોનાનો ગ્રાફ સતત વધ્યો, 24 કલાકમાં 775 પોઝિટિવ કેસ 2 મોત
author img

By

Published : Mar 13, 2021, 10:56 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો
  • છેલ્લા 24 કલાકમાં 775 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાથી 2 ના મોત થયા

ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇન્સનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું. જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 775 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 2 મોત નોંધાયા છે.

રાજ્યમાં રિકવરી રેટમાં 96.89

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારાનો રિકવરી રેટમાં પણ વધારો થયો હતો, પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે, ફેબ્રુઆરીની 24 તારીખે રિકવરી રેટ 97.66 ટકા થયો છે. જ્યારે આજે રિકવરી રેટ 96.89 નોંધાયો છે. આજે છેલ્લા 24 કલાકમાં 579 દર્દીઓ રજા આપવામાં આવી છે, રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,68,775 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે

19,33,388 લોકોને રસી આપી

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 19,33,388 પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે. જ્યારે 4,87,175 લોકોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં કુલ 90,829 લોકોને વેક્સિ આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 4200 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4200 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 53 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 4147 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,422 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 185 રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરત કોર્પોરેશનમાં 188 અને બરોડા કોર્પોરેશનમાં 64 કુલ કેસ આવ્યા છે.

યોજવામાં આવી હતી ઉચ્ચ સ્તરીય બેઠક

રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે, ત્યારે અને સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી. રોગ નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.