ગાંધીનગર : ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રાજ્યના ખેડૂતો બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, lockdown પરિસ્થિતિમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રાજ્યના ખેડૂતોના આર્થિક પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરી છે કે, જે ખેડૂતોએ લોન લીધી છે તેઓની લોન ભરવા માટેની 31 માર્ચ જ છેલ્લા દિવસ હોય છે. આ દિવસમાં વધારો કરવામાં આવે અને ખેડૂતોને વધુ ત્રણથી ચાર મહિનાનો સમયગાળો ફાળવવામાં આવે.
અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પરિસ્થિતિમાં રાજ્યના તમામ ગરીબ પરિવારો જે રેશનકાર્ડધારક છે તેમને મફતમાં રાશન આપવામાં આવશે. જેઓ પોતાના વિસ્તારમાં નથી તેમના માટે પણ રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. તમામ રેશનિંગની દુકાનો શોધવામાં સૂચના આપવામાં આવી છે, કે ફક્ત રેશનકાર્ડ જોઈને રાશન આપવુ, એટલે કોઈ પણ રેશનકાર્ડ ગમે ત્યાં ચાલશે.
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદમાં ફ્લોર મિલ, રાઈસ મિલના અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. જથ્થા બાબતે ચર્ચા પણ કરવામાં આવશે. જ્યારે આંતર રાજ્યમાંથી જે શાકભાજી અને ફળફળાદી આવે છે, તે માટે પણ આજુબાજુના રાજ્યના સચિવ સાથે સતત સંપર્કમાં ગુજરાત સરકારના સચિવો રહેશે. આ ઉપરાંત જે ખેડૂતોના પાક તૈયાર થઇ ગયો છે. તેઓને એપીએમસી સુધી જવામાં જ તકલીફો પડી રહી છે. એ અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પોલીસ વડા સાથે સંપર્કમાં સતત છીએ એટલે આ બાબતે પણ ટૂંક સમયમાં જ નિવેડો લાવવામાં આવશે.
રાજ્યમાં કુલ 18 જેટલા ડેરી સંઘો આવ્યા છે. જેના પર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તમામ સંઘો પર નજર રાખશે અને દૂધની આવક અને જાવક કેટલી છે. તે બાબતે સરકારને ધ્યાન દોરશે. જ્યારે 18 ડેરી સંઘોમાં રોજ 3 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. જેની સામે ખપત 50થી 52 લાખ લીટર છે. બુધવારે રાજ્યમાં કુલ 53 હજાર કવિન્ટલ શાકભાજીનો જથ્થો આવ્યો છે.