ગાંધીનગરઃ આરોગ્ય પ્રધાનને જણાવ્યું હતું કે 90 લાખ જેટલા લોકો રસી લેવામાં બાકી છે તેમને શોધીને રસી આપવાની કામગીરી સરકાર કરશે. હાલ કોરોના કેસ સતત વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. 8 મહા નગરોમાં 11 વાગ્યાનો કરફ્યૂ યથાવત રહેશે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં વિદેશથી આવનાર મહેમાન માટે કેન્દ્રની ગાઈડલાઈન્સ અનુસાર નક્કી થશે.
આરોગ્યપ્રધાની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દા
બીજી લહેર પછી આ સંભવિત ત્રીજી લહેર છે
7,827 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે
16,032 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે
1.10 લાખ જનરલ બેડ છે
ઓમિક્રોંનમાં સંક્રમણ જરૂરી વધુ છે, પરંતુ ડેથ રેશિયો ઓછો છે
90 લાખ જેટલા લોકો રસી લેવામાં બાકી છે
કોરોનામાં ડેલ્ટા પછી ઓમિક્રોંનમાં તીવ્રતા ઓછી છે
1 ડીસેમ્બરથી 30 ડીસેમ્બર સુધી 18 લાખથી વધુ RTPCR કર્યા છે
15થી 18ની વચ્ચેના 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી, 2022નો મેગા વેક્સિન ડ્રાઇવ કરી 35 લાખ કિશોરોને વેક્સિન અપાશે
વેક્સિનને કારણે ગંભીર સમસ્યા નથી
બંને વેક્સિન ડોઝના સર્ટિફિકેટ હોય તો જ હોસ્પિટલ કે કચેરીમાં પ્રવેશ અપાય છે
55 દર્દીઓમાં ઓમિક્રોનમાં કોઈ તકલીફ નથી
ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2003થી મહત્વની સાબિત થઈ છે
વાયબ્રન્ટમાં સેફ થઈ લોકો ભાગ લે તેની તૈયારીઓ ચાલી રહી છે
સ્ટેક હોલ્ડર 48 કલાકનું RTPCR ટેસ્ટ કરીને આવવું
વિદેશથી આવનાર મહેમાન વાયબ્રન્ટમાં આવતા પહેલા શું કરવું, તે કેન્દ્ર નક્કી કરશે
8 મહાનગરોમાં કરફ્યુ યથાવત રહેશે
રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો થઈ રહ્યો છે.
એ મામલે, દરેકે માસ્ક પહેરવું અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવું એવી સૂચના આપી છે
ગુજરાત સરકારે વિદેશના મહેમાન માટે માર્ગદર્શન કેન્દ્ર પાસેથી માંગ્યું છે