- આજે કોરોના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જનો દર્દીઓનો આંકડો વધુ
- છેલ્લા 24 કલાકમાં 908 કેસ અને 4 દર્દીઓના મોત
- રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 908 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 4 દર્દીનાં મોત થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1102 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
જિલ્લા મુજબ આંકડાકીય માહિતી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 164, અમદાવાદ કોર્પોરેશન 160, રાજકોટ કોર્પોરેશન 48, સુરત 64, વડોદરા કોર્પોરેશન 71, મહેસાણા 27, વડોદરા 40, મોરબી 23, સુરેન્દ્રનગર 22, ભરૂચ 20, રાજકોટ 20, અમરેલી 17, જામનગર કોર્પોરેશન 17, પાટણ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, કચ્છ 14, અમદાવાદ 13, આણંદ 13, બનાસકાંઠા 11, ગાંધીનગર 11, ગીર સોમનાથ 11, જામનગર 11, જુનાગઢ 11, ખેડા 11, સાબરકાંઠા 10, નર્મદા 9, પંચમહાલ 8, દેવભૂમિ દ્વારકા 7, જૂનાગઢ કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, દાહોદ 6, અરવલ્લી 4, ભાવનગર 4, છોટાઉદેપુર 4, તાપી 4, મહીસાગર 3, નવસારી 2, બોટાદ 1, પોરબંદર 1 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.