ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,512 પોઝિટિવ કેસ નોંધાયા, 14 દર્દીના મોત - પોઝિટિવ કેસ

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં સંક્રમણ હવે બેકાબુ બન્યું છે. જ્યારે સંક્રમણને નાથવા માટે  અમદાવાદ શહેરમાં 58 કલાકનો કર્ફ્યૂ અને  સુરત રાજકોટ અને બરોડા જેવા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ મુકવાની પરિસ્થિતિ આવી તેમ છતા પણ દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જ થઈ રાજ્યો છે. જેમાં આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1512 પોઝિટિવ કેસ નોંધાયા છે.

corona-update-in-gujarat
corona-update-in-gujarat
author img

By

Published : Dec 2, 2020, 9:39 PM IST

Updated : Dec 2, 2020, 10:49 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કાળો કહેર યથાવત
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,512 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 302 કેસો નોંધાયા
  • સુરત 204 કેસો, બરોડા 135, રાજકોટમાં 108 કેસ નોંધાયા
  • કુલ 14 કોરોના દર્દીઓના થયા મોત
    રાજ્યમાં 24 કલાકમાં 1,512 પોઝિટિવ કેસ
    રાજ્યમાં 24 કલાકમાં 1,512 પોઝિટિવ કેસ

ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાયરસના આંકડામા ઘટાડો નોંધાઇ રહ્યો હતો પણ અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસ વધુ વકર્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1512જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે કરફ્યુ ગ્રસ્ત અમદાવાદ શહેરમાં સૌથી વધુ 302 જેટલો પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 જેટલા મોત નિપજ્યા છે.

રિકવરી રેટ 91.15 ટકા, પહેલા કરતા રેટમાં ઘટાડો થયો

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 2,12,769 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 1570 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,93,938 દર્દીઓએ કોરોનાને માત આપીને છે. જ્યારે ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો જે ઘટીને આજે 91.15 ટકા થયો છે.

રાજ્યમાં 5.29 લાખ લોકો કોરોન્ટાઇન, સંખ્યા વધારો થયો

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે 2 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1502 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયું છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4018 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે ગઈ કાલની પરિસ્થિતિ મુજબ 5,26,940 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે આજે 5,29,704 લોકોને વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે જેથી કોરોન્ટાઇનની સંખ્યા વધારો થઈ રહ્યો છે.

1064.40. પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,186 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1064.40 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 78,63, 653 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1512 કેસ નોંધાયેલ છે.

Last Updated : Dec 2, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.