ETV Bharat / state

Corona Update Gujarat : મોકડ્રિલમાં સામે આવી ઓક્સિજન પ્લાન્ટસની ખામીઓ, રસીના ડોઝની અછત, આરોગ્યપ્રધાને શું કહ્યું જૂઓ - રસીના ડોઝની અછત

ગુજરાતમાં થોડા દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા આરોગ્યતંત્રની સુવિધાઓની ચકાસણી માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટમાં ખામી, રસીના ડોઝની અછત જેવી સમસ્યાઓ સામે આવી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં તેને લઇ જવાબ આપ્યો હતો.

Corona Update Gujarat : મોકડ્રિલમાં સામે આવી ઓક્સિજન પ્લાન્ટસની ખામીઓ, રસીના ડોઝની અછત, આરોગ્યપ્રધાને શું કહ્યું જૂઓ

author img

By

Published : Apr 10, 2023, 3:39 PM IST

સમસ્યાને જ દૂર કરવા માટે આજે મોકડ્રિલ કરવામાં આવી

ગાંધીનગર : દેશ અને ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત શુક્રવારના રોજ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ તમામ રાજ્યના આરોગ્યપ્રધાન અને આરોગ્ય સચિવ સાથે વિડિયો કોન્ફરન્સથી કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બાબતે સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારે પણ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કર્યું હતું. જેને લઇ આજે રાજ્યની તમામ સરકારી જનરલ અને સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ હતી. આમાં રાજકોટ અને બરોડાની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ખામીઓ સામે આવી હતી.

સમસ્યાઓે જાણવી એ જ હેતુ હતો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતાં. જેમાં સવારથી રાજ્યના તમામ તાલુકા જિલ્લામાં થઈ રહેલી મોકડ્રિલમાં રાજકોટ અને બરોડામાં ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત ન હતો. ઉપરાંત કેપેસિટીમાં પણ કંઈક સમસ્યા આવી હતી. આ બાબતનો પ્રશ્ન ઋષિકેશ પટેલને પૂછવામાં આવતાં ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં સતત વધારો થાય અને દર્દીઓની સંખ્યા વધે તો તે સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને તે સમસ્યાને જ દૂર કરવા માટે આજે મોકડ્રિલ કરવામાં આવી છે. મોકડ્રિલમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર ઓક્સિજન પાઇપલાઇન ઓક્સિજનના પ્લાન્ટ તમામ મશીનો બેડ પર કાર્યરત છે કે નહીં તે તમામની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડે તો જે બદલવાનું હશે તે તાત્કાલિક ધોરણે બદલીને સુવ્યવસ્થિત કરવામાં આવશે.

આ પણ વાંચો Corona Gujarat: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 600ને પાર, છ દિવસમાં 4ના મૃત્યું

વેકસીન ડોઝ નહિવત : કોરોનાથી બચવા માટે વેક્સિન જ મહત્વની હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુજરાતમાં જે રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દર વખતની જેમ કેસમાં વધારો થાય ત્યારે લોકો વેકસિન ડોઝ લેવા લાંબી લાઈનો લગાવતા હોય છે. એવામાં રસીનો ડોઝ ખાલી થવાના આરે આવે છે તેવી સમસ્યા ફરીથી જોવા મળી છે. ગુજરાતમાં એક પણ જગ્યાએ રસીને પૂરતો સ્ટોક ન હોવાનું સામે આવ્યું છે કે જેમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 3,00,000 થી વધુ રસીના ડોઝનો જથ્થો મંગાવ્યો છે. જથ્થો આવ્યા બાદ તમામ જિલ્લાઓમાં આની વહેંચણી કરવામાં આવશે જેથી રસીની અછત નહીં સર્જાય.

ધૂળ ખાતો મહાત્મા મંદિરનો ઓક્સિજન પ્લાન્ટ : કોરોનાની બીજી લહેર દરમિયાન DRDO દ્વારા મહાત્મા મંદિરમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. મહાત્મા મંદિરમાં તમામ પ્રકારની વ્યવસ્થા આઈસીયુ વોર્ડ અને ઓક્સિજન બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે મહાત્મા મંદિરની બહાર એક ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો હતો. જે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. આ બાબતે પણ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા મંદિર ખાતે ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ફરીથી શરૂ કરવામાં આવશે અને તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેથી ઇમર્જન્સી દરમિયાન તેનો ઉપયોગ પણ કરી શકાય.

આ પણ વાંચો Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

માસ્ક ફરજિયાત પહેરો : જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાને તમામ લોકોને સૂચના આપતા જણાવ્યું હતું કે જે પણ લોકો વ્યક્તિઓ ભીડવાળી જગ્યાએ જાય ત્યારે માસ્ક ફરજિયાત પહેરે, જેથી સંક્રમણ ઓછું કરી શકાય છે. બીજી લહેરમાં જે રીતે સંક્રમણ ફેલાયું હતું તેના કરતાં હાલના નવા વેરિએન્ટમાં મોર્ટાલિટી રેટ ઓછો છે. ડેલ્ટા વેરિએન્ટ જેવો આ વેરિએન્ટ નથી. તેમ છતાં માસ્ક પહેરવાની સૂચના તમામ લોકોને રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.