ગાંધીનગર : કોરોના વાયરસ દુનિયાના 3012 લોકોનો ભોગ લીધો છે, ત્યારે ગુજરાતમાં આ પ્રકારનો એક પણ બનાવ સામે આવ્યો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે નોવેલ કોરોના વાયરસ વિશ્વમાં 72 દેશોમાં 90870 કેસ નોંધાયા છે. ભારત દેશમાં કુલ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 7 કેસનો રિપોર્ટ કન્ફોર્મ થવાનો બાકી છે. રાજ્યમાં કુલ 1582 મુસાફરો અન્ય દેશમાંથી આવ્યા છે. આ તમામ મુસાફરો હાલમાં સુરક્ષિત છે.
જ્યારે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ચીન, સાઉથ કોરિયા, જાપાન, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઇટલી, ઈરાન, નેપાળ, વિયતનામ, હોંગકોંગ, સિંગાપુરથી આવનારા પ્રવાસીઓની આરોગ્ય દ્વારા 28 દિવસ સુધી ફોલો કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવનાર તમામ પેસેન્જરને સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. તેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવે છે. ગાંધીનગર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાંથી પણ નિયમિત ફરી તે આંકડા મેળવવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક અલગથી બેજ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 29 આઇસોલેસન બેડ સહિત અદ્યતન સાધનો સાથેનો વોર્ડ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
હાલ, રાજ્યમાં કુલ 576 બેડ અને 204 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે રાજ્યની બી.જે. મેડિકલ કોલેજમાં અલુણા વાયરસના લેબોરેટરી દ્વારા પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જરૂર પડે તો સુરત, રાજકોટ, વડોદરા ખાતે પણ પૂર્ણ વાયરીંગ વાયરસના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવશે.