દહેગામઃ મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના વાસણારાઠોડ ગામમાં વિદેશી દારૂ વેચાય રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસે 39 વર્ષીય દશરથ ડોડિયા (રહે, વાસણા રાઠોડ, તાલુકો દહેગામ) ની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતાં દારૂ ઘનશ્યામ કાળુજી બિહોલા (રહે, વાસણા રાઠોડ) અને વકીલાતનો વ્યવસાય કરતા ગુણવંત મહેતા દ્વારા દારૂ પહોંચાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન દશરથ પોલીસના સકંજામાં આવી ગયો હતો જ્યારે વકીલ સહિત અન્ય એક આરોપી ફરાર થઈ ગયાં હતાં.
કોરોના ઇફેક્ટ ? દહેગામમાં વકીલ દારૂ વેચવાના રવાડે ચડ્યાં, પોલીસે 56 હજારનો દારૂ પકડ્યો દહેગામમાં બુટલેગરોના વકીલ તરીકે મહેતા જાણીતા હતાંપોલીસ દ્વારા દહેગામમાં રેડ કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલા આરોપી દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ વકીલ તેમનેે સમયાંતરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પહોંચાડતો હતો. બીજી તરફ સમગ્ર શહેરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, વકીલાતનો વ્યવસાય બૂટલેગર ઉપર ચાલતો હતો. પોલીસ કોઇપણ બૂટલેગર સામે ફરિયાદ કરે તેનો એકમાત્ર વકીલ ગુણવંત મહેતા હતો, ત્યારે લોકો બૂટલેગરોના વકીલ તરીકે પણ ઓળખતાં હતાં.
સ્થાનિક પોલીસ અંધારામાં, વિજિલન્સે ખેલ પાડી દીધોગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં અને રાઠોડ વાસણા ગામમાંથી અનેક વખત વિદેશી દારૂ ઝડપાયો છે. તેવા સમયે સ્થાનિક પોલીસના ઓથાં હેઠળ આ તમામ કામગીરી ચાલતી હોય તેવી એક ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરની વિજિલન્સની ટીમે આ રેડ પાડી હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ અંધારામાં જોવા મળી હતી. વિજિલન્સની રેડ બાદ સ્થાનિક પોલીસે દરોડાનો ધમધમાટ શરૂ કર્યો હતો.