પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો કોંગ્રેસની ચીમકી બાદ ગાંધીનગર પોલીસે તમામ ચાર રસ્તા ઉપર અને તમામ જે સંવેદનશીલ વિસ્તાર છે. તે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાના તમામ ગેટ ઉપર પોલીસના 10 જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગેટ નંબર એક અને એક નંબર ચાલુ પર પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય સત્યાગ્રહ છાવણીથી ચાલતા ચાલતા વિધાનસભા ઘેરવા આવી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસનું આયોજન નિષ્ફળ જાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે તમામ ગેટની બહાર પોલીસની મોટી ગાડીઓ પણ ખડકી દેવામાં આવી છે. જ્યારે વિધાનસભા અને સચિવાલયના કામ કરતા કર્મચારીઓને દરમિયાન પોલીસ તેમના પણ આઈ કાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ આપી રહી છે.
આમ, કોંગ્રેસના કોઈપણ કાર્યકર્તા અથવા તો કોઈ પણ ધારાસભ્ય પરમિશન વગર અંદર પ્રવેશી ન શકે તે માટેના તમામ પગલાં ભરવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસ વાળાએ ચીમકી આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને પણ પોલીસ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય પરીક્ષા શિક્ષકોની ભરતી મોંઘવારી આ તમામ મુદ્દાઓને લઈને આજે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી હતી..