ETV Bharat / state

ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો'ના ચાલુ કાર્યક્રમમાં BTP નેતાએ ચાલતી પકડી - Congress Program in Gandhinagar

ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ (Opposition of Congress in Gandhinagar) યોજાયો હતો. જોકે, અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય ધ્વજને સ્ટેજ પરથી દૂર કરી (Tribal Rally in Gandhinagar) આદિવાસી ધ્વજને લગાડી દેવાયો હતો.

ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો'ના ચાલુ કાર્યક્રમમાં BTP નેતાએ ચાલતી પકડી

author img

By

Published : Mar 25, 2022, 12:31 PM IST

Updated : Mar 25, 2022, 2:39 PM IST

ગાંધીનગર : ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ (Congress Program in Gandhinagar) યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય ધ્વજને સ્ટેજ પરથી દૂર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધ્વજની જગ્યાએ આદિવાસી ધ્વજને લગાડી દેવામાં આવ્યો હતો. આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આજે લોકો ગાંધીનગર આવ્યા છે. આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. આદિવાસી લોકોએ સત્તા પક્ષ સામે આજે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ નેતાએ કર્યા આક્ષેપ - કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ , રાજ્ય સરકારને વિનંતી (Opposition of Congress in Gandhinagar) છે કે જે કંઈ પણ યોજનાઓ આવે જે લોકો અસરગ્રસ્ત થયા છે. બધું પાણી અન્ય વિસ્તારોમાં જાય તો આદિવાસીઓ હેરાન થાય.

ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો' કાર્યક્રમમાં કોંગ્રેસના ધ્વજને હટાવાયો

આ પણ વાંચો : અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

"આદિવાસી સમાજના અસ્તિત્વનો સવાલ" - કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવા જણાવ્યું કે, આદિવાસી સમાજના અસ્તિત્વનો સવાલ છે. આદિવાસી લોકો હંમેશા લડતા આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં જંગલ, જમીન,પાણી છે. પરંતુ મળતું કશું નથી. ભાજપની સત્તામાં આદિવાસીઓને કોઈ ન્યાય નથી મળી રહ્યો. નથી આદિવાસી સમાજને નોકરી મળતી. તેમજ જાતિના દાખલાનો સૌથી (Congress Protests Against Tribals in Gandhinagar) મોટો પ્રશ્ન છે, પાણીનો પણ પ્રશ્ન છે. અમે વૃક્ષ કાપીએ તો અમારા પર કાનુન લગાડવામાં આવે છે.

"ભાજપની સરકાર અમને નકસલવાદી કહે" : વધુમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ડેમ બને છે. પણ અમને જ પાણી નથી મળતું. જ્યારે અમે ન્યાય માટે લડવી તૈયાર ભાજપની સરકાર અમને નકસલવાદી કહે છે. અમે આદીવાસી સમાજને ન્યાય માટે લડીશું. જો અમારી માંગ પૂરી કરવામાં ન આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. માંગ પૂરી કરવા માટે અમે છાતી પર ગોળી ખાવા તૈયાર છીએ.

આ પણ વાંચો : Farmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી

આદિવાસી સમાજની રેલી : આ ઉપરાંત મોટી સંખ્યામાં રેલીનું (Tribal Rally in Gandhinagar) પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી સમાજના લોકો જોડાઈને વિરોધ સૂત્રોચ્ચારો કરશે. કોંગ્રેસના નેજા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ડેમ હટાવો આદિવાસી બચાવો જેવા નારાઓ લગાવશે. જો કે કાર્યક્રમની શરૂઆત પહેલા જ કોંગ્રેસના રાષ્ટ્રીય ધ્વજને સ્ટેજ પરથી દૂર કરી દીધો હતો. અને આદિવાસી ધ્વજને લગાડી દીધો હતો.

"મને ભાજપ એ 50 કરોડમાં આવવા કહ્યું" - આદિવાસી આગેવાન અનંત પટેલની કહ્યું કે, પ્રધાન નરેશ પટેલને મોગલી ગણાવ્યા હતા. આદિવાસી ગામમાં મોગલીને હવે ઘુસવા દેવામાં આવશે નહિ. ગણપત વસાવા અને નરેશ પટેલને હવે કાઢવા પડશે તેવું કહ્યું હતું. જે પણ ભાજપ વાળા આવે તેને ઠોકો કરી હતી. નિમિષા સુથાર જેવા ડુબલીકેટ આદિવાસી છે. મંગળ ગાવીત જેવા નેતા ભાજપમાં પેસી ગયા છે. ભાજપમાં ભાવ બોલાય 50 કરોડ સુધી પણ આદિવાસીનું શું. મને ભાજપ વાળા એમની બાજુ બેસાડવા માંગે છે. મને ભાજપ એ 50 કરોડમાં આવવા કહ્યું હતું. જીતુ ચૌધરી અને મંગળ ગાવીત રૂપિયા લઈ ને જતા રહ્યા છે. ગાડી બંગલા માટે હું જતો રહું એવો નથી.

"નિમિષા ડુપ્લીકેટ સર્ટીફીકેટથી પ્રધાન બન્યા" - ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારૈયાનું જણાવ્યું કે, આ ખુરશીની લડાઈ નથી એટલે આપણે જમીન પર બેઠા છીએ. ભાજપના તમામ આદિવાસી ધારાસભ્યોને કાઢવાના છે. ભાજપના નેતાઓને આપણી શેરીઓમાં ઘુસવા નથી દેવાના. ભાજપના નેતાઓ આવે તો એમને ઠોકો આદિવાસી ભાજપ નેતાઓ કઠપૂતળી થઈ ગયા છે. નિમિષા ડુપ્લીકેટ સર્ટીફીકેટથી પ્રધાન બન્યા છે. ભાજપના નેતાઓ સાહેબને પૂછીને બધું બોલવું પડે છે. હું આદિવાસી હક માટે મને યોગ્ય લાગે એ બોલું છું. તેમજ જીગ્નેશ મેવાણીની જણાવ્યું કે, 2022ની વિધાનસભાનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. આ ઉપરાંત ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ હવે સત્તા લાવીને તો બતાવો.

Last Updated : Mar 25, 2022, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.