ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50 નો વધારો કર્યો છે. અને હાલની પરિસ્થિતિમાં 14 kg ગેસના બાટલાનો ભાવ 1100 રૂપિયા આંબી ગયો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગુજરાત વિધાનસભાના ગેસના બાટલા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જનતાનો વિકાસ થયો નથી પરંતુ વર્તમાન સમયમાં મોંઘવારીનો વિકાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો.
ગેસનો બાટલો: વર્ષ 2014માં જ્યારે યુપીએસ સરકાર હતી ત્યારે 14 kg ગેસનો બાટલો 450 રૂપિયામાં મળતો હતો. ત્યારે આજે નવ વર્ષમાં ગેસના બાટલાનો ભાવમાં સતત વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં આ જ ગેસનો બાટલો 1100 રૂપિયાનો પ્રાપ્ત થઈ રહ્યો છે. જેથી ગૃહિણીના બજેટ ઉપર પણ અસર પડી રહી છે. મોંઘવારી પણ સતત માર ગરીબ લોકો પર પડી રહ્યો છે. ગઈકાલે ગુજરાત વિધાનસભા ગ્રુપમાં વિધવા પેન્શનના 1250 રૂપિયા કર્યા ત્યારે આજે બાટલો પણ આ જ કિંમત ઉપર પહોંચ્યો છે. આમ જે રીતે મોંઘવારી વધી રહી છે તેથી લોકો આત્મહત્યા તરફ પણ દોરી રહ્યા હોવાના આક્ષેપ ચાવડાએ કર્યા હતા--ધારાસભ્ય સીજે ચાવડા
મોંઘવારી ઘટાડવાનું વચન: વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. પરંતુ નવ વર્ષ નો સમય વીત્યો છતાં પણ મોંઘવારી ઘટવાના બદલે પહોંચી છે. ખેડૂતોની આવક બમણી થવાના વચન આપ્યા હોય મોંઘવારી ઘટાડવાના સપનો બતાવ્યા હોય તેવી પરિસ્થિતિમાં હાલમાં ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે.ખૂબ જ સસ્તા ભાવે ડુંગળી વેચવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત બે કિલો બટેકા પણ વેચવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ મોંઘવારી માજા મુક્તિ જઈ રહી છે. આ મોંઘવારીનો વિકાસ પણ કહેવાય અને ડબલ એન્જિન સરકારમાં મોંઘવારી ડબલ થઈ ગઈ હોય તેવું પણ કહી શકાય--કોંગ્રેસના નેતા અમિત ચાવડા
આ પણ વાંચો Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યો
ગેસના બાટલાને લઈને વિરોધ: ગેસના બાટલા સાથે વિરોધ દરમિયાન કોંગ્રેસનેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે જ્યારે કોંગ્રેસની યુપીએસ સરકારમાં ગેસના બાટલાનો ભાવ વધતો હતો. ત્યારે ભાજપના નેતાઓ કે જે હાલમાં પ્રધાનો થઈને બેઠા છે. તેઓ ગેસના બાટલાને લઈને વિરોધ કરતા જોવા મળતા હતા. પરંતુ હાલમાં જે રીતે ગેસના ભાવ વધી રહ્યા છે. તેમાં આ તમામ પ્રધાનો ચૂપ થઈને બેઠા છે. યુપીએસ સરકારમાં 450 રૂપિયાનો ગેસનો બાટલો હતો. ત્યારે આજે 1150 જેટલો બાટલો થયો છે. ત્યારે આવા નેતાઓ કેમ ચૂપ બેઠા છે. તેવા પ્રશ્નો પણ અમિત ચાવડાએ કર્યા હતા.