ગાંધીનગર : કોંગ્રેસ પક્ષના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમને પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું છે. ગયા અઠવાડિયે આપનાં ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ પાર્ટી માંથી રાજીનામું આપીને ભાજપામાં જોડાયા હતા. હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ વિધાનસભામાં હાજર હતા.
આ કારણોસર રાજીનામું આપ્યું : ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે નિવેદનમાં જણાવ્યું કે, પહેલા ભાજપમાં જ હતો, વચ્ચે કોંગ્રેસમાં ગયો અને હવે ફરી પાછો ભાજપમાં આવ્યો છું. સ્થાનિક લોકો કહેશે તો ફરી વખત ચૂંટણી લડીશ તેમજ પક્ષ પણ નક્કી કરશે મારે ચૂંટણી લડવી કે નહિ. વધુંમાં જણાવ્યું કે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે, રામ મંદિર બની રહ્યું છે. 370 કલમમાં સુપ્રીમ કોર્ટની મહોર લાગી ગઈ છે. પણ કોંગ્રેસ કેન્દ્રીય નેતાગીરીએ કઈ જ નિવેદન આપ્યું નથી. આ તમામ મુદ્દે નારાજ થઈને મેં રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો : લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી 17 સીટ પર જીત હાંસિલ કરી હતી. જેમાંથી હવે તેમની સંખ્યાબળમાં ફરી ઘટાડો થયો છે. હવે પક્ષ પાસે ફક્ત 16 જ ધારાસભ્ય બચ્યા છે. લોકસભા પહેલા હજુ પણ ધારાસભ્ય રાજીનામું આપશે તેવી અટકળો પણ જોવા મળી છે.
અપડેટ ચાલું છે...