ગાંધીનગર : વિધાનસભામાં (Gujarat Legislative Assembly) કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરતા તેમને સાત દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભામાંથી વોક આઉટ કર્યો હતો. જ્યારે સમગ્ર દિવસ આરોપ પ્રત્યારોપ ચાલ્યો હતો.
પૂંજા વંશના શબ્દ રેકર્ડ પર લેવાયા નથી : સુખરામ રાઠવા
વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, પૂંજા વંશે જે કંઈ (Pooja Vanshe commented on Harsh Sanghvi) પણ ટિપ્પણી કરી છે, તેને રેકોર્ડ પર લેવાઈ નથી. અધ્યક્ષ આ શબ્દોનો રેકોર્ડ પર ન લેવા સંમત થયા છે. પરંતુ સરકારે પોતાના બળના જોરે પૂંજા વંશને સસ્પેન્ડ કર્યા છે. સામાન્ય પ્રશ્નોના પણ સરકાર લાંબા લચક જવાબ આપીને વિધાનસભાનો સમય પસાર કરતી હતી. અમે ગૃહ ચલાવવા સહકાર આપવા તૈયાર છીએ. અમારો રોલ વિરોધ કરવાનો છે. રાજ્યપાલનું ભાષણ સરકારની વાહવાહી યુક્ત હતું. એટલે અમે સાચો વિરોધ કર્યો હતો. સરકાર પોતાની રીતે ગૃહ ચલાવવા માંગે છે. અધ્યક્ષ સામે અમને કોઈ ફરિયાદ નથી.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!
અમે સમાધાનની ભૂમિકામાં : સી.જે ચાવડા
કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA C.J. Chavda) સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, પૂંજા વંશે પોતે કરેલા શબ્દ પ્રયોગ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. તેમ છતાં સરકારે પ્રસ્તાવ લાવીને પૂંજા વંશને સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત ડ્રગ્સની હેરાફેરીમાં પ્રથમ સાબિત થઇ રહ્યું છે. અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય ત્યારે આવી રીતે વાતોને વધારવી જોઈએ નહીં. અમે સમાધાનની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : Gujarat Budget Session 2022 : હર્ષ સંઘવીને ટપોરી કહેતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા થયાં 7 દિવસ માટે સસ્પેન્ડ
મારા શબ્દો પાછા ખેંચ્યા : પૂંજા વંશ
પૂંજા વંશે જણાવ્યું હતું કે, મેં અયોગ્ય શબ્દ બોલ્યો છે, તેનો સ્વીકારું છું. મેં મારા શબ્દો પાછા ખેંચ્યા છે. ત્યારબાદ એક કલાક ગૃહ બરાબર ચાલ્યુ પણ છે. પરંતુ સત્તા પક્ષના દંડક મને સસ્પેન્ડ (Suspended in the Legislature in 2022) કરવાની દરખાસ્ત મૂકી, તે આશ્ચર્યજનક હતી. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે. ગૃહ ચલાવવાની જવાબદારી સરકારની છે. એમ પણ મારા વિરુદ્ધ દરખાસ્ત પાસ થાય એ પહેલા મેં ગ્રુહ (Congress MLA suspended in Assembly) છોડી દીધું હતું. પરંતુ આ વાતને વધારવામાં આવી રહી છે. અગાઉના ધારાસભ્યો પણ આવી વાતો કરતાં તેમાં કોઈ ખોટું લગાડતું નહીં. ઉલ્લેખનીય છે કે પૂંજા વંશેને સસ્પેન્ડ કર્યાના લીઘે તમામ વસ્તુ સ્વીકારી બચાવ કરતા ઢીલા પડ્યા હતા.