ગાંધીનગર: સાયબર ક્રાઈમ મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું કે, છેલ્લા બે વર્ષની અંદર કુલ 751 ફરિયાદ દાખલ થઈ હતી. જ્યારે બે વર્ષમાં કુલ 1167 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઇમ દ્વારા કુલ 365 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જે ખુબ જ આશ્ચર્યજનક આંકડ હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.
બીજી તરફ ગ્યાસુદ્દીન શેખ દ્વારા પોર્ન વેબસાઈટ અંગે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું કહ્યું હતું. કારણ કે, યુવાધન છેલ્લા કેટલાક સમયથી પોર્ન વેબસાઈટ જોવાનો વર્ગ વધ્યો છે. જેને રોકવો ખુબ જ જરૂરી છે.