ETV Bharat / state

Congress Leaders Joined BJP : ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા - સહકારી ક્ષેત્ર

ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેકટર જેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતાં, તેઓએ આજે ભાજપમાં જોડાઇ જવાનું પસંદ કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના મહત્ત્વના પદાધિકારીઓ ભાજપમાં જોડાવાને લઇને કોંગ્રેસના નેતૃત્વ પર પણ પ્રહાર કરાયાં હતાં.

Congress Leaders Joined BJP : ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા

author img

By

Published : Feb 11, 2023, 8:17 PM IST

ગાંધીનગર : કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેકટર આજે ભાજપમાં જોડાઈ ગયાં છે.ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિમાં કમલમ ખાતે ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા છે. જેમાં જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમૂલ ડેરીના ડિરેકટર સીતાબેન પરમાર, કપંડવજ અમૂલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમૂલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલા ભાજપમાં જોડાયાં છે.

સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવાના હેતુથી ભાજપમાં જોડાયાં

ભાજપના નેતૃત્ત્વથી મળી પ્રેરણા ભાજપમાં વિશ્વાસ મૂકવા માટે તેઓને ભાજપના નેતૃત્વ દ્વારા થતાં વિકાસના કામોની પ્રેરણા કારણરુપ બની હતી. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના ગૃહપ્રધાન અને સહકાર અમિત શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. તેવું પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોગ્રેસના કાર્યકાળમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ આ સંસ્થાઓનો દુરુપયોગ કરતું હતું.

આ પણ વાંચો GCMMF AMUL Chairman : અમૂલમાં ફરી ચાલશે પટેલ અને હુંબલનું શાસન, ચેરમેન અને વાઈસ ચેરમેન પદે થઈ વરણી

સહકારી ક્ષેત્રના કામોમાં પૂરતું ધ્યાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા વધુમાં જણાવાયું કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી કેન્દ્રમાં પહેલી વાર સહકારી ક્ષેત્રે અલગથી ખાતુ બનાવ્યું. જેની જવાબદારી દેશના ગૃહપ્રધાન અમિત શાહને આપી છે. ગુજરાત અને દેશમાં સહકારી ક્ષેત્રે અમિત શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના કામોમાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સહકારી ક્ષેત્ર દેશની પ્રગતિમાં મજબૂત પાયો બની રહ્યું છે.

આ પદાધિકારીઓ ભાજપમાં જોડાયાં આવા વિકાસલક્ષી કાર્યોથી પ્રેરણા લઇ આજે અમૂલ ડેરીના ડિરેક્ટરો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમૂલ ડેરીના ડિરેકટર સીતાબેન પરમાર, કપંડવજ અમૂલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમૂલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલા જોડાયાં છે.

આ પણ વાંચો ગુજરાતમાં ડેરી અને પોલિટિક્સ, દૂધસાગર બનાસ કે અમૂલ કોણ બચ્યું છે?

કોંગ્રેસનું નેતૃત્વ દુરુપયોગ કરતું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશના શીર્ષ નેતૃત્વમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. ગુજરાત રાજયમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બની છે. કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ આ સંસ્થાઓનો દુરુપયોગ કરતી હતી. એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે અને આજે રાજયના મોટા ભાગના એપીએમસી સહિત સહકારી માળખામાં ભાજપના કાર્યકરો સેવા આપી રહ્યા છે. આજે ખેડા અને આણંદ જિલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું પક્ષમાં હ્રદયથી સ્વાગત કરું છું. આગામી સમયમાં આ ચારેય ડિરેકટર જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા કામ કરશે તેવી અપેક્ષા છે.

આગેવાનોની હાજરી આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર, ધારાસભ્યો અર્જૂનસિંહ ચૌહાણ રાજેશભાઇ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રભાઇ પાઠક પુરવઠા નિગમના પૂર્વ ચેરમેન, પ્રદેશ સહ પ્રવકતા ડો.રૂત્વીજ પટેલ તેમજ પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિનભાઇ આસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.