ETV Bharat / state

કોંગ્રેસ પક્ષે મુખ્યસચિવ અનિલ મુકિમને કોવિડ-19 બાબતે માગણી કરતું આવેદનપત્ર આપ્યુ

ગાંધીનગર ખાનગી હોસ્પિટલમાં કોવિડ -19ના ઈલાજ માટે તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે. તે બાબતે કોંગ્રેસ ડેલીગેશને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોવિડ-19 બાબતે એનેક માગો કરી હતી.

કોંગ્રેસ પક્ષે મુખ્યસચિવ અનિલ મુકિમને કોવિડ-19 બાબતે માંગણી કરતું આવેદનપત્ર આપ્યુ

author img

By

Published : May 28, 2020, 7:52 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કહેર વધતો જઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને ઓછા કરવાનો અત્યંત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પક્ષે મુખ્યસચિવ અનિલ મુકિમને કોવિડ-19 બાબતે માંગણી કરતું આવેદનપત્ર આપ્યુ
કોંગ્રેસ પક્ષે મુખ્યસચિવ અનિલ મુકિમને કોવિડ-19 બાબતે માંગણી કરતું આવેદનપત્ર આપ્યુ

જ્યારે બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં કોવિડ -19ના ઈલાજ માટે તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે. તે બાબતે કોંગ્રેસ ડેલીગેશને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે ઓનલાઈન માહિતીની પણ માગ કરી હતી.

કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મહામારીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે, ત્યારે ખાનગી હોસ્પિટલો તથા ખાનગી તબીબોની સન્માનપૂર્વક સેવા લેવી અનિવાર્ય છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોના સિવાયની તમામ અન્ય બિમારીઓ કેન્સર, હાર્ટ, કીડની, હાઈપર ટેન્સનની સારવાર પુનઃ સંપૂર્ણ ક્ષમતાથી શરુ કરો અને અમદાવાદ શહેરની કોરોના સારવાર માટે માન્ય કરાયેલી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા, ખાલી બેડની ઉપલબ્ધતા અને આઈસીયુ વેન્ટીલેટરની માહિતી ઓનલાઈન મૂકવા નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના અધિકારીની નિમણુંક કરી હેલ્પલાઈન શરુ કરવાની માગ કરી હતી.

આ સાથે જ અમદાવાદ શહેરમાં મહામારી પર કાબૂ મેળવવા એગ્રીસેલી ટેસ્ટીંગની નિતી અપનાવવાની માગ કરવામાં આવી હતી.

રાજય સરકારે 42 જેટલી ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેડ કરી 50 ટકા બેડ પોતાના હસ્તક રિઝર્વ રાખ્યા છે. જયારે 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલો માટે ખુલ્લા રાખેલા છે. તેવા સંજોગોમાં હોસ્પિટલોમાં કુલ કેટલા બેડ છે.

તેની માહિતી સહિત કયા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ છે, કેટલા આઈસીયુ બેડ છે, કેટલા વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા અંગેની માહિતી ઓનલાઈન મૂકવી જોઈએ. તે અંગેની માગ કરી હતી.

કોંગ્રેસે આવેદનપત્રમાં વધુ માગ કરી હતી કે, કરતાશહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે પણ આ કોવિડ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની કોઈ સ્પષ્ટ નીતી નથી.

તે નીતિ નક્કી કરવામાં આવે અને ખાસ કરીને પ્રેગનન્ટ મહિલાઓ, કીડની - હાર્ટની બિમારીથી પીડાતા દર્દીઓ અને સિનિયર સીટીઝનને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અન્ય બિમારીથી પીડાતા લોકોને સમયસર સારવાર મળી રહી નથી. કોઈ પણ દર્દીને કોરોના સિવાયના અન્ય બિમારી હોય અને તે સારવાર લેવા જાય તો સરકારી હોસ્પિટલોમાં હાર્ટ, કિડની, કેન્સર સહિત અન્ય ગંભીર બિમારીઓમાં તાત્કાલિક સારવાર મળવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.