રાજ્યમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે કોંગો ફિવરના લક્ષણો સામે આવતા સરાકાર એક્સનમાં આવી ગઇ છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જે રીતે બે કોંગો વાયરસના કેસ સામે આવ્યા છે. તેને લઈને તંત્ર તુંરત હરકતમાં આવી ગયું છે. દર્દીઓ જે વિસ્તારમાં રહેતા હતા. ત્યાં તમામ વિસ્તારમાં ફોગી સહિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે લોકોને કોંગો વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સુખીબેનને કોંગો ફિવરનો રિપોર્ટ પોઝીટિવ આવતા ગુજરી ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ હૉસ્પિટલમાં નીલુબેનનું કોંગો ફિવરના લક્ષણ સાથે મૃત્યુ થયું હતું. આ તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે રાત્રે આરોગ્ય વિભાગ તેમજ પશુપાલન વિભાગની ટીમને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા જામડી ગામમાં મોકલીને સર્વેલેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
• કઈ રીતે ફેલાય છે રોગ
આ રોગ પશુપાલન સાથે સંકળાયેલ વ્યક્તિઓમાં થવાની શક્યતા વધારે રહેલી હોય છે. વધુમાં કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓને આ દર્દીની માહિતી મળતા જ ગામમાં આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં તાવ સાથે ગંભીર રક્તસ્ત્રાવ પણ થાય છે. રોગના પરિણામે મૃત્યુ દર ૧૦ થી ૪૦ ટકા જેટલો જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા બાલકન્સ, મધ્ય પૂર્વ ઝોન અને એશિયાના દેશોમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં આ રોગ 2011માં જોવા મળ્યો હતો. આ રોગના વાયરસ સ્થાનિક પ્રાણીઓમાં જોવા મળે છે.
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં તકેદારની ભાગ રૂપે ડૉક્ટર, નર્સ, વર્ગના કર્મચારીઓને 15 દિવસ માટે અન્ડર ઓબઝર્વ રાખવામાં આવશે. તેમજ જે પણ લોકો રોગના લક્ષણ ધરાવતા નીલુબેનના સગા સંબધીઓને પણ 15 દિવસ સુધી ઓબજર્વ રાખવામાં આવશે. લીનુબેનનું મૃત્યુ થઇ ગયેલ હોવાથી તેમના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
કોંગો ફિવરમાં દર્દીને શરીરના કોઇપણ ભાગમાંથી બ્લીડિંગ થાય છે. ઝાળા તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. જે ગામમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. તે ગામમાં દવાનો છટકાવ પણ કરવામાં આવ્યો છે. આ રોગના લક્ષણ દેખાય તો જલ્દી નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઇને સારવાર લઇ લેવા આરોગ્ય કમિશ્નરે જણાવ્યું હતું. તેમજ આ તમામ બાબતે રાજ્ય સરકાર ચિંતિત છે. તેમજ તકેદારીના પગલા લઈ રહી છે.