ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં તમામ રાજ્યોમાં કોમર્શિયલ વાહનોના ટેસ્ટિંગ બાબતે ( Testing of vehicles on PPP basis)એક મહત્વનો નિર્ણય ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય દ્વારા પીપીપી ધોરણે કોમર્શિયલ વાહનોનો નિર્ણય લેવાની જાહેરાત(Computerized test of PPP ) આજે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી છે. જે સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં આ યોજના અમલીકરણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ PPP મોડલ હેઠળ છ અન્ય એરપોર્ટની કરશે હરાજી
1 એપ્રિલ 2023 થી થશે લાગુ - રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતા સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું (PPP model for fitness testing)હતું જે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી કરવાની હતી તે વખતે પણ કેન્દ્ર સરકારની જોગવાઈને ધ્યાનમાં લઇને રાજ્યમાં PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ 1 એપ્રિલ 2023 થી રાજ્યના કોમર્શિયલ વાહનોનું ટેસ્ટિંગ પીપીપી ધોરણે કરવામાં આવશે અને આ બાબતે અત્યારથી પીપીપી ધોરણે સેન્ટરો ખોલવા માટે કુલ 144 જેટલી અરજીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રાપ્ત થઈ છે.
પોલિસીના મુખ્ય પાસા
- જે મુજબ પીપીપી ધોરણે ઓટોમેટેડ ટેસ્ટ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને એક સમાન તક આપવામાં આવશે, તમામ સ્ટેશનો કેન્દ્ર સરકારની ધારાધોરણ મુજબ હોવા જરૂરી છે.
- 1 અરજદાર વધુમાં વધુ 10 જેટલા સ્ટેશનો સ્થાપી શકશે
- રાજ્ય સરકાર ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલકો પાસેથી રોયલ્ટી માટેના મોડલ વિચારી રહ્યા છે. ગુજરાત સરકાર આવી કોઈ પ્રકારની રોયલ્ટી રહેશે નહીં અને ટેસ્ટીની સંપૂર્ણ પોલીસ સ્ટેશનના સંચાલક ને જ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
- સ્ટેશન સ્થાપવા માટેના અરજદારોની વ્યથા સમજી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા છ માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- ઓટોમેટેડ ટેસ્ટ સ્ટેશન પર ટેસ્ટના બુકિંગ અને ફી સહિતની તમામ પ્રક્રિયા કેન્દ્ર સરકારની જોગવાઈ મુજબ ઓનલાઈન કરવાની રહેશે. આ સ્ટેશનની દેખરેખ જે તે આરટીઓ અધિકારી અને એ આરટીઓ અધિકારી રાખશે.
- ફિટનેસ સ્ટેશન પરથી થયેલા ફિટનેસ પ્રત્યે અસંતોષ હોય તો વાહન માલિક જે તેરી જનની આરટીઓમાં અપીલ કરી શકશે. સરકાર ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરનું સર્ટિફિકેટ ઇસ્યુ થયાના 12 માસના સમયગાળામાં ફિટનેસ સ્ટેશન કાર્યરત કરવાનું રહેશે.
સ્ટેટસ સ્ટેશનમાં શું ફરજીયાત રહેશે - સેન્ટર માટે જરૂરી માળખાકીય સવલતો તો આ ઉપરાંત કેન્દ્ર સરકારે સ્પેસિફિકેશન કરેલા અમુક અતિ આધુનિક સાધનો સેન્ટર ચલાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ સમગ્ર ફિટનેસની ઓનલાઇન પારદર્શી કાર્યપદ્ધતિ સેન્ટરની સ્થાપના માટેના દસ્તાવેજો અને કાર્યપદ્ધતિ સેન્ટરની કામગીરી પ્રત્યે અસંતોષના કિસ્સામાં અપીલની જોગવાઈ અને લાંબા ગાળા સુધી પારદર્શી પ્રક્રિયા જળવાઈ રહે તે માટે દર છ માસે કેન્દ્ર સરકાર માન્ય એજન્સીઓ દ્વારા ઓડિટ કરાવવું ફરજિયાત રહેશે.
આ પણ વાંચોઃ PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ
વાહનોનો પ્રકાર ફી 15 વર્ષ જુના વાહનોની ફી - મોટર સાયકલ 400 500, રીક્ષા અને કાર 600 1000, મીડીયમ અને હેવી વાહનો 1000 1500, વર્ષ 2019-20માં 5 લાખ ફિટનેસ થયા.વર્ષ 2020-21માં 3 લાખ ફિટનેસ થયાં. વર્ષ 2021માં અત્યાર સુધી 4 લાખ થી વધારે ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવ્યા છે.
એક સેન્ટર સ્થાપવા માટે 10 કરોડનો ખર્ચ - કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ વાહનો જે ફિટનેસ સેન્ટર પીપીપી ધોરણે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં વાત કરવામાં આવે તો એક સેન્ટર સ્થાપવા માટે જમીન સહિત કુલ દસ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી પણ શક્યતાઓ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જમીનની કિંમત અને મશીનરી કિંમત પર આધાર રાખે છે તેમ છતાં પણ અંદાજે ૪ કરોડથી વધારેનો ખર્ચ થઇ શકશે.