ETV Bharat / state

કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ લઈને રાજ્યને ગુડ ગવર્નન્સનો મળ્યો પુરસ્કાર

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના જમીન વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ આવે અને રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તેવા માટે રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે.

રાજ્યને ગુડ ગર્વરમેન્ટનો પુરસ્કાર મળ્યો
author img

By

Published : Jun 3, 2019, 6:37 PM IST

રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બીરદાવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ (CCMS) પ્રોજેક્ટને CSI Nihilent e-governance Award: 2018 તરીકે પસંદગી કરાઈ અને હૈદરાબાદ ખાતે તત્કાલીન અધિક સચિવ વિકટર મેકવાન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે.

મહેસૂલ વિભાગના અધિક સચિવ (વિવાદ) નલિન ઉપાધ્યાયે જણાવ્યું કે, CCMS પ્રોજેકટનો અમલ SSRD ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ (અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે મે-2015થી શરૂ કરીને કામગીરી ઓનલાઇન કરાઇ હતી. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી કેસનું મોનીટરિંગ પદ્ધતિસર કરવામાં આવતું હતુ અને વર્ષ 2017-18 માટે નોમિનેશન મોકલવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (CSI)ની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરીને ભલામણ કરાઈ હતી. જે સંદર્ભે વર્ષ 2017-18નો ‘એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પસંદગી રાજ્ય સરકારની પારદર્શી નીતિને પરિણામે થઈ છે.

CCMS પ્રોજેક્ટ થકી તમામ પ્રક્રિયા ઓનલાઇન થતા કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથે-સાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે. ઓનલાઇન પ્રોજેક્ટ થકી વહીવટમાં પારદર્શિતા આવી અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા છે. અરજદારોના કેસને CCMSમાં દાખલ કરીને કેસનો ઓન લાઈન નંબર જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ કેસને લગતી તમામ વિગતોની સિસ્ટમમાં એન્ટ્રી કરીને કેસનું બોર્ડ જનરેટ થાય છે.

જે મુજબ નોટિસ કાઢી તમામ પક્ષકારને બજવણી કરાય અને પક્ષકારોને મેસેજ દ્વારા જાણ થાય છે. કેસના સુનાવણી સમયે સ્ટેજ બદલવા, આખરી હુકમ થતાં કેસનો ઓનલાઇન નિકાલ કરીને revenueappeals.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવે છે. જેના કારણે નાગરિકો સરળતાથી જાણી શકે છે. નિકાલ થયેલા કેસોની ઇ-ધરા ખાતેથી ઓનલાઈન ફેરફાર નોંધ દાખલ કરીને નોંધ નંબર જનરેટ કરી શકાય છે. બાઇસેગ દ્વારા પણ ‘Know Your Revenue Case’ નામની એપ્લિકેશન દ્વારા તથા વેબસાઈટ પરથી કેસની માહિતી/જાણકારી નાગરિકો માટે ઉપલબ્ધ બનાવાઇ છે.

CCMS પ્રોજેક્ટના અમલીકરણના પરિણામે જમીનની સમસ્યા સામે પારદર્શિતા વધી છે. ઈન્ટરનેટના ઉપયોગને લીધે નાગરિકોને ઓછા સમયમાં ઓનલાઈન એકસેસ દ્વારા તમામ પક્ષકાર અને હુકમો, ચુકાદાઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. રેકોર્ડના ડિજિટલાઈઝેશનના પરિણામે નાગરિકોને ખૂબ જ ઓછા સમયમાં તેમને જોઈતો રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. ઇ-ગવર્નન્સના ઉપયોગને કારણે SSRDની કામગીરી સુદ્રઢ બની છે. તેમજ ન્યાયિક પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બની છે. જેને લીધે પક્ષકારો, વકીલો અને નાગરિકોના સમયની બચત સાથે-સાથે નાણાકીય બોજ પણ ઘટયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનીટરીંગ સિસ્ટમ અમલમાં આવ્યુ, ત્યારે કુલ 9896 કેસો પડતર હતા અને ત્યારબાદ આજ સુધી 17023 નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા એટલે કુલ 26923 અપીલ અને રીવીઝન કેસો પડતર હતા. જે પૈકી ઓન લાઇન સિસ્ટમને કારણે 25239 અપીલ રીવીઝનના કેસોનો નિકાલ કરાયો છે. 1680 કેસો નિકાલ કરવાના બાકી છે, જે વિવિધ તબક્કે પ્રગતિમાં છે. જેનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા જનહિતના પ્રશ્નો અને કામોનો પારદર્શિ નીતિના પરિણામે ઝડપથી ઉકેલ લાવી રહ્યા છે. જેનો વધુને વધુ લાભો નાગરિકોને મળતા થશે.

R_GJ_GDR_RURAL_03_03_MAY_2019_STORY_GOOD GOVERNMENT AWARD_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ) રાજ્યમાં 26919 અપીલ-રીવીઝનના કેસો પૈકી 25339 કેસોનો નિકાલ : 1680 કેસોનો સત્વરે નિકાલ કરાશે

ગાંધીનગર,

રાજ્યના નાગરિકોના જમીન વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ આવે અને રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બીરદાવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ (CCMS) પ્રોજેક્ટને CSI Nihilent e-governance Awaord:2018 તરીકે પસંદગી કરાઈ છે, અને હૈદરાબાદ ખાતે તત્કાલીન અધિક સચિવ વિકટર મેકવાન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે.

મહેસૂલ વિભાગના અધિક સચિવ (વિવાદ) નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, CCMS પ્રોજેકટનો અમલ એસએસઆરડી-ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ(અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે મે-2015થી શરૂ કરીને કામગીરી ઓનલાઇન કરાઇ હતી. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી કેસનું મોનીટરિંગ પદ્ધતિસર કરવામાં આવતું હોય વર્ષ 2017-18 માટે નોમિનેશન મોકલવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા(CSI)ની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરી ને ભલામણ કરાઈ હતી જે સંદર્ભે વર્ષ 2017-18નો ‘એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પસંદગી રાજ્ય સરકારની પારદર્શી નીતિને પરિણામે થઈ છે.

 CCMS પ્રોજેક્ટ થકી તમામ પ્રક્રિયા ઓનલાઇન થતા કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથે સાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે. ઓનલાઇન પ્રોજેક્ટ થકી વહીવટમાં પારદર્શિતા આવી છે અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા છે. અરજદારોના કેસને CCMSમાં દાખલ કરીને કેસનો ઓન લાઈન નંબર જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ કેસને લગતી તમામ વિગતોની સિસ્ટમમાં એન્ટ્રી કરીને કેસનું બોર્ડ જનરેટ થાય છે. 

જે મુજબ નોટિસ કાઢી તમામ પક્ષકારને બજવણી કરાય છે અને પક્ષકારોને મેસેજ દ્વારા જાણ થાય છે. કેસના સુનાવણી સમયે સ્ટેજ બદલવા, આખરી હુકમ થતાં કેસનો ઓનલાઇન નિકાલ કરીને revenueappeals.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવે છે જેથી નાગરિકો સરળતાથી જાણી શકે છે. નિકાલ થયેલા કેસોની ઇ-ધરા ખાતેથી ઓનલાઈન ફેરફાર નોંધ દાખલ કરી નોંધ નંબર જનરેટ કરી શકાય છે બાઇસેગ દ્વારા પણ Know Your Revenue Case નામની એપ્લિકેશન દ્વારા તથા વેબસાઈટ પરથી કેસની માહિતી/જાણકારી નાગરિકો માટે ઉપલબ્ધ બનાવાઇ છે.
 
 CCMS પ્રોજેક્ટના અમલીકરણના પરિણામે જમીનની સમસ્યા સામે પારદર્શિતા વધી છે ઈન્ટરનેટના ઉપયોગને લીધે નાગરિકોને ઓછા સમયમાં ઓનલાઈન એકસેસ દ્વારા તમામ પક્ષકાર અને હુકમો,ચુકાદાઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. રેકોર્ડના ડિજિટલાઈઝેશનના પરિણામે નાગરિકોને ખૂબ જ ઓછા સમયમાં તેમને જોઈતો રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. ઇ-ગવર્નન્સના ઉપયોગને કારણે એસ.એસ.આર.ડી.ની કામગીરી સુદ્રઢ બની છે તેમજ ન્યાયિક પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બની છે જેને લીધે પક્ષકારો, વકીલો અને નાગરિકોના સમયની બચત સાથે સાથે નાણાકીય બોજ પણ ઘટયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
રાજ્યમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનીટરીંગ સિસ્ટમ અમલમાં આવ્યુ ત્યારે કુલ 9896 કેસો પડતર હતા અને ત્યારબાદ આજ સુધી 17023 નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા છે એટલે કુલ 26923 અપીલ અને રીવીઝન કેસો પડતર હતા તે પૈકી ઓન લાઇન સિસ્ટમને કારણે 25239 અપીલ રીવીઝનના કેસોનો નિકાલ કરાયો છે અને 1680 કેસો નિકાલ કરવાના બાકી છે જે વિવિધ તબક્કે પ્રગતિમાં છે જેનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા જનહિતના પ્રશ્નો અને કામોનો પારદર્શિ નીતિના પરિણામે ઝડપથી ઉકેલ લાવી રહ્યા છે જેના વધુને વધુ લાભો નાગરિકોને મળતા થશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.