ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ડેલિગેશન રાજ્યપાલ મળશે. જીગ્નેશ મેવાણીની ધરપકડ અને ગુજરાતમાં હિંમતનગર અને ખંભાત જિલ્લામાં જે સામાજિક ઘટના બની છે. તેને લઈને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ગુજરાત સરકારના અને હિંમતનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ(Stone throwing in Himmatnagar and Khambhat) જ એક કોમને ટાર્ગેટ બનાવીને તેમના પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે (Gujarat Congress)કર્યા હતા. આ બાબતે પણ રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે.
સરકારના માનીતા અધિકારીએ પથ્થર મારતા નજરે પડ્યા - કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ગુજરાત સરકારના માનીતા અધિકારી કે જેઓ હિંમતનગરમાં DYSP તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ અમુક ચોક્કસ કોમના મહિલા ઉપર પથ્થરમારો કરતા નજરે પડ્યા હતા. આ બાબતે કોંગ્રેસ શાસિત તમામ CCTV સાથે શબ્દો સાથેની એક પેન ડ્રાઈવ તૈયાર (Stone throwing in Gujarat )કરવામાં આવી છે. આ પેન ડ્રાઈવ પણ રાજ્યપાલને સોંપવામાં આવી છે ત્યારે રાજ્યપાલ પણ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા એલિગેશન કરવામાં આવ્યા હતા.
ચૂંટણી નજીક આવે એટલે વાતાવરણ ખરાબ કરવું - ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની પરિસ્થિતિ બાબતે રાજ્યપાલને જાણકારી આપી છે. જ્યારે હિંમતનગર અને ખંભાતમાં જે ઘટના બની તે આયોજનપૂર્વક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. સંપૂર્ણ ઘટના રાજકીય પ્રેરણાથી ઉભી કરવામાં(assam Police Arrested Jignesh Mevani) આવી છે. જ્યારે સામાન્ય વ્યક્તિ અને ગુજરાતનો નાગરિક બેરોજગારી, પેપર લિંક, મોંઘવારી જેવી સમસ્યાઓનો મુદ્દો પણ અટકાવીને આ કામ કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસનો જ અધિકારી અમુક ચોક્કસ કોમની મહિલા ઉપર પથ્થર મારતો વિડિયો પણ રાજ્યપાલના આપવામાં આવ્યો છે. જ્યારે ભાજપ પક્ષની આદત છે કે જે રાજ્યમાં ચૂંટણી આવી રહી હોય તેવા રાજ્યોમાં આવી પરિસ્થિતિ ઊભી કરવી.
નારાજગી પક્ષનો મુદ્દો, સમાધાન કરીશું - છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાગીરીથી નારાજ હોવાના સમાચાર વહેતા થયા છે. આ બાબતે શર્માએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને લલિત વસોયા કેમ ભાજપની તારીફ કરી રહ્યા છે તે બાબતે પત્રકારો હાર્દિક અને લલિત વસોયાને જ પૂછો જ્યારે નારાજગીએ અમારી પાર્ટીનો આંતરિક મામલો છે અમે આ બાબતે બેસીને સમાધાન કરીશું જ્યારે નરેશ પટેલને કોંગ્રેસમાં સમાવવા બાબતે નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલ સામાજિક અને સન્માનિત નેતા છે. આજે દિલ્હીમાં ગયા છે તે સોનિયા ગાંધીને મળશે તે ખુશીની વાત છે જ્યારે અમારા તમામ નેતાઓ નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસમાં સ્વાગત કરશે.
બંધારણ પ્રમાણે સરકાર ચાલતી નથી - ગુજરાત વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ડહોળાઈ તે માટે અનેક લોકો કાર્યરત થયા છે. તે બદલ આજે કોંગ્રેસ પક્ષે રાજ્યપાલને રજૂઆત કરી છે. રાજ્યના અમુક જ વિસ્તારમાં શાંતિ તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જ્યારે જે રેલી કરવામાં આવી હતી તે પણ સરકાર પ્રેરિત હતી. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ શાંતિ જાળવવા માટેની ટ્વીટ કર્યું હતું ત્યારે ચોક્કસ ઇરાદાપૂર્વક આસામમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. જો સરકાર ધારે તો ગુજરાતમાં પણ ફરિયાદ દાખલ કરી શકે ત્યારે કોઈ ધારાસભ્યની ધરપકડ થાય તેની ચોક્કસ કાર્યવાહી હોય છે.
માહોલ બગાડીને ચૂંટણી કરવાની તૈયારી - રાજ્ય સરકારે નિયમ પ્રમાણે કામગીરી કરી છે કે નહીં તે બાબતે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આમ ભાજપ સરકાર બંધારણ પ્રમાણે ચાલતી ન હોવાનું આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યો હતો. જ્યારે રાજ્યપાલને મળીને સરકારે તાત્કાલિક ધોરણે બે દિવસનું સત્ર બોલાવે અને જીગ્નેશ મેવાણીની ધરપકડ અને ખંભાત હિંમતનગરની ઘટના બાબતે ચર્ચા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આમ ભાજપ સરકાર ગુજરાતમાં શાંતિનો માહોલ બગાડીને ચૂંટણી કરવાની તૈયારી કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યો હતો.