ETV Bharat / state

Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત

ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણ બાબતે દેશનું અગ્રણી રાજ્ય બનાવવા માટે આગળ વધવાના પ્રયાસરુપે મહત્ત્વના એમઓયુ કરવામાં આવ્યાં છે. જેમાં ગાંધીનગરથી વન અને પર્યાવરણપ્રધાન મૂકેશ પટેલ દ્વારા અહેમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટે ઇ ખાતમૂહુર્ત કરાયું હતું.

Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત
Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત
author img

By

Published : May 8, 2023, 10:10 PM IST

ગાંધીનગર : વન અને પર્યાવરણપ્રધાન મૂકેશ પટેલ મહાત્મા મંદિર ખાતે "Coastal Security- MISHTI Initiative" હેઠલ યોજાયેલા વર્કશોપનું ઉદઘાટન કર્યું હતું. આ એક દિવસીય વર્કશોપમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી 230 જેટલા તજજ્ઞ સંશોધકો અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે જણાવ્યું હતું કે MISHTI Initiative યોજના અંતર્ગત દેશભરમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વધુમાં તેમણે અહેમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટે ઇ ખાતમૂહુર્ત કર્યું હતું.

ટ્રાઇ પાર્ટી એમઓયુ : મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણની નેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર વન રાજ્ય બનાવવાની નેમ દર્શાવવા માગે છે. જે માટે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ હેતુથી ત્રણ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યાં હતાં. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી એમઓયુ કરાયા છે તેમ મહાત્મા મંદિરમાં વર્કશોપનું ઉદઘાટન કરતાં વન અને પર્યાવરણપ્રધાન મૂકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો

  1. Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
  2. 26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો
  3. હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી

બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવશે : આ વર્કશોપમાં અહેમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટેનું વન અને પર્યાવરણપ્રધાન મૂકેશ પટેલના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી ઇ ખાતમૂહુર્ત કરાયું હતું. જેને ગુજરાત સરકાર દ્વારા બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes (MISHTI) યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશનાં 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2023થી શરૂ કરી પાંચ વર્ષમાં વાવેતરની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ તેમજ સંશાધનોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી આશરે 540 ચો.કી.મી. વિસ્તારમાં મેન્ગ્રુવનું વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઇનિશિયેટિવ વર્કશોપ કરનાર પ્રથમ રાજ્ય : આ લક્ષ્ય પાર પાડવાના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં કોસ્ટલ સિક્યૂરિટી એમઆઈએસએચટીઆઈ ઇનિશિયેટિવ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સીએસઆર એક્ટીવીટી નીચે ફંડ મેળવાશે : વન અને પર્યાવરણપ્રધાન મૂકેશ પટેલએ એમઓયુ થવાની તકે કહ્યું હતું કે વન સહભાગી મંડળીની જેમ જ મેન્ગ્રુવ સહભાગી મંડળીઓ બનાવી તેના દ્વારા મેન્ગ્રુવનાં વાવેતર તેમજ સંરક્ષણ કરવામાં આવશે. વધુમાં, રાજ્યમાં મેન્ગ્રુવના વાવેતર સંરક્ષણ તેમજ મેનેજમેન્ટ માટે એક ફાઉન્ડેશન બનાવવાની બાબત રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. જેમાં વિવિધ ઔદ્યોગિક ગૃહો દ્વારા સીએસઆર એક્ટીવીટી નીચે ફંડ જમા કરાવી શક્શે. આ ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં આવેલ મેન્ગ્રુવ વિસ્તારમાં વ્યવસ્થાપન કરવામાં આવશે. આ સંદર્ભે નીતિનિર્ધારણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી અને તાત્કાલિક અમલવારી થાય તે જોવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.