ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે એમ્સના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા અને ડોક્ટર મનીષ તનેજાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કોરોનાને લઈને મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના પોતાનાથી બચાવવા માટે કયા પગલાં લઈ શકાય તે બાબતના પણ અમુક મહત્વના નિર્દેશ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યા હતા. જ્યારે દિલ્હીમાં જે રીતે કોના સામે લડાઈ ચાલુ છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કોઈના સામેની લડાઈ લડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એમ્સના ડાયરેક્ટરે રાજ્યના મુખ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સાથે પણ બેઠક યોજી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલના કોરોના ડૉક્ટર સાથે બેઠક કરીને કોરોના અંગેની તમામ મુદ્દાસર ની ચર્ચા કરી હતી.