ગાંધીનગર : રાજ્યમાં દિવસેને દિવસે જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો અથવા તો જમીન પચાવી પાડવાની અને ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાઓને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા આ ભૂમાફિયાઓ વિરૂદ્ધ કેબિનેટ બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટનો પ્રસ્તાવ મૂકશે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ટેબલેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકતનો પ્રસ્તાવ મુકશે. જેમાં રાજ્યમાં સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકો ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા એક્ટ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈને અને રાતોરાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદલે ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનનો બળજબરીથી ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને પ્રત્યક્ષ કબ્જો કે માલિકી હક ન હોય છતાં ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળ આપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યના નામે તબદીલ કરાવી વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેવી ઘટનામાં આ એક ખૂબ જ મહત્વનો સાબિત થશે.
કેવી છે સજાની જોગવાઈ
આ કાયદાની જોગવાઈથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીન અને જ નહીં, પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર બનશે. જો અવામાં દોષિત ઠરે તો ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડનીને પાત્ર રહેશે. આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજજાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.
આમ રાજ્યમાં આ એક્ટના અમલને પરિણામે ખેડૂતો સામાન્ય માનવી કે ખાનગી માલિકી જાહેર સંસ્થાની સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી ધમકાવીને કબ્જો જમાવી દેનારા તત્વો ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે.