ગુજરાત તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. ખાસ કરીને શહેરી ક્ષેત્રોના વિકાસ અને શહેરી આયોજનના નિર્ણયો ખૂબ જ ત્વરાએ લઇને નાગરિક લક્ષી શહેરી સુવિધાઓ આપવામાં ગુજરાતે લીડ લીધી છે, આ જ અભિગમને આગળ ધપાવતાં 2019ના વર્ષા તે એક જ દિવસમાં ભાવનગરની 04 ડ્રાફટ સ્કીમને અને વડોદરાની 01 ડ્રાફટ, નડીયાદની 02 ફાઈનલ ટીપી તથા અમદાવાદની 02 પ્રીલીમીનરી ટીપી મળી કુલ 09 ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા ધોરાજીના ડેવલપમેન્ટ પ્લાનને પ્રાથમિક મંજૂરી આપી છે. ધોરાજી શહેરના વિકાસને ધ્યાને લેતા રાજય સરકારે ધોરાજીના નકશામાં વધારાનો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર પણ સૂચવાયો છે.
ગુરૂવારે મંજૂર કરેલી ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં અમદાવાદની બે પ્રારંભિક ટીપી 28 (નવા વાડજ) તથા 02 થલતેજ (પ્રથમ ફેરફાર) સહ નડીયાદની ફાઈનલ ટીપી સ્કીમનં. 04 અને 5નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરમાં વિકસતા વિસ્તારની 04 ડ્રાફટ ટીપી સ્કીમ નં.23 (તરસમીયા), 24 (ચિત્રા), 25 (ફુલસર), 25(નારી) તથા વડોદરાની નં. 25(સ્પેશ્યલ નોલેજ નોડ-2, ટેકનોલોજી પાર્ક) મંજુરી આપી છે.
2019ના વર્ષમાં ફાયનલ ડેવલપમેન્ટ પ્લાન મંજુરીમાં ધ્રાંગધ્રા, બોરસદ, ભુજ, વાપી, કરજણ, ઝઘડીયા-સુલતાનપુર, શામળાજી અને વિરમગામનો સમાવેશ જેમાં વિરમગામ ડીપીને સીધી ફાઈનલ મંજૂરી આપવામાં આવી છે. ધોરાજી, વિજાપુર, થાનગઢ સહિત સુડા ડીપીના પ્રાથમિક જાહેરનામા પ્રસિદ્ધ થવાથી ખાસ કરી ધોરાજી અને થાનગઢમાં ઔદ્યોગિક અને પોટરી ઉદ્યોગના વિકાસની તકો પણ વધુ વિકસી છે.
આ વર્ષે બાર ડીપી મંજુર થવાથી નાના અને મધ્યમ કક્ષાના શહેરોમાં પણ આયોજનબદ્ધ વિકાસ થવાથી અને એફોર્ડેબલ હાઉસીંગની તકો વઘવાથી લોકોના “ઘરનું ઘર”નું સ્વપ્ન ત્વરાએ સાકાર કરવામાં પણ આ સરકાર નિર્ણાયક બની છે. 100 ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, બીલીમોરા, ઉંઝા અને નડીયાદ શહેરોની સ્કીમોનો સમાવેશ થાય છે.