ETV Bharat / state

રાજ્યમાં 75માંથી 23 ફ્લાય ઓવર બનાવવા માટે સીએમ રૂપાણીએ મંજૂરી આપી - ફ્લાય ઓવરની મંજૂરી

ગાંધીનગરઃ રાજ્યમાં દિવસે દિવસે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ અનુસાર રાજ્ય સરકારના આયોજનમાં મુકવામાં આવેલા કુલ 75 ઓવર બ્રિજમાં 23 ફલાઈ ઓવરને મંજૂરી આપવામાં આવી છે.

gandhinagar
gandhinagar
author img

By

Published : Dec 23, 2019, 3:31 PM IST

રાજ્યના મોટા શહેરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફલાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફલાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી ર૭૦ કરોડ રૂપિયાની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે ર૭ કરોડ રૂપિયા ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્ય સરકારના ર૦૧૯-ર૦ના આ વર્ષના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફલાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું, તદ્દઅનુસાર, અમદાવાદ મહાનગરમાં ર૦ ફલાય ઓવરમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૭ ફલાય ઓવર, સુરત મહાનગરમાં ૧૦ ફલાય ઓવર પૈકી ૮ ફ્લાય ઓવર, ઉપરાંત જામનગર અને ભાવનગર મહાનગર માં એક એક ફ્લાય ઓવરના નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ફલાય ઓવરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ, રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાથી માર્ગો પર ટ્રાફિકના વધતા ભારણની સમસ્યા હળવી કરવામાં ફલાય ઓવરને મંજૂરી આપી દેવામાં આવી છે.

Intro:Approved by panchal sir

રાજ્યમાં દિવસે દિવસે ટ્રાફિક માં વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ અનુસાર રાજ્ય સરકાર ના આયોજનમાં મુકવામાં આવેલ કુલ 75 ઓવર બ્રિજમાં 23 ફલાઈ ઓવરને મંજૂરી આપી દેવામાં આવી છે. Body:રાજ્યના મોટા શહેરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફલાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફલાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી રૂ. ર૭૦ કરોડની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે ર૭ કરોડ રૂપિયા ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્ય સરકારના ર૦૧૯-ર૦ના આ વર્ષના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફલાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું, તદ્દઅનુસાર, અમદાવાદ મહાનગરમાં ર૦ ફલાય ઓવરમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૭ ફલાય ઓવર, સુરત મહાનગરમાં ૧૦ ફલાય ઓવર પૈકી ૮ ફ્લાય ઓવર, ઉપરાંત જામનગર અને ભાવનગર મહાનગર માં એક એક ફ્લાય ઓવર ના નિર્માણ ની સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. Conclusion:સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ફલાય ઓવરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ, રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાથી માર્ગો પર ટ્રાફિકના વધતા ભારણની સમસ્યા હળવી કરવામાં ફલાય ઓવરને મંજૂરી આપી દેવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.