મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અધિકારીઓને આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુસર સંબંધીત અધિકારીઓને નિયમિત ફોલો અપની પણ તાકીદ કરી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે પરંતુ હજુ પણ જમીન સંપાદન પ્રક્રિયા બાકી છે તે ત્વરિત પૂર્ણ થાય અને એક ગામ તળને તબદીલ કરવાની બાબતે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી હતી.
અધિકારીઓને નિયમિત ફોલો અપની પણ તાકીદ કરી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે પરંતુ હજુ પણ જે જમીન સંપાદન પ્રક્રિયા બાકી છે તે ત્વરિત પૂર્ણ થાય અને એક ગામ તળને તબદીલ કરવાની બાબતે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી હતી.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ AIIMS માટે જમીન સંપાદન થઇ ગઇ છે તેમજ ડિઝાઇન અને લે આઉટ માટે કન્સલ્ટન્સીની નિમણુક પણ થઈ ગઈ છે, તે સંજોગોમાં પ્રોજેક્ટ ની કામગીરી અને એપ્રોચ રોડ તથા એમ્સના નિર્માણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના કામો ઝડપથી હાથ ધરવા અંગે વિચારણા કરી હતી.
જ્યારે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને આગામી શૈક્ષણિક શત્ર જુન 2020થી MBBSની પ્રથમ બેચ AIIMSમાં શરૂ થાય તે માટે પણ આરોગ્ય અગ્ર સચિવને યોગ્ય કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું. હાલ રાજકોટ મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ સુવિધાઓનો પણ આ હેતુસર ઉપયોગ કરી શકાય એમ પણ તેમણે સૂચવ્યું હતું.
રાજકોટના ખીરસરા GIDCમાં જે ૪૯૫ જેટલા પ્લોટ ઉપલબ્ધ છે તેનો ટૂંક સમયમાં પારદર્શી રીતે ડ્રો કરીને ઉદ્યોગકારોને આ પ્લોટ ઝડપી મળે અને અન્ય આનુષંગિક સુવિધાઓ પણ ત્યાં ઉભી થાય એ માટે તેમણે GIDCના મેનેજિંગ ડિરેક્ટરને સૂચનાઓ કરી હતી. ઉપરાંત રાજકોટમાં કન્ટેનર ડેપો માટે પણ જમીન આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે. તે સંદર્ભની ચર્ચાઓમાં જિલ્લા કલેકટરમે સૂચન કર્યું કે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની આ જમીન માટેની રકમ ભરી દેવા સૂચના આપી દેવાય છે.
આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ એમ કે દાસ, આરોગ્ય અને પ્રવાસન, GIDCના MD અને રાજકોટના કલેકટર હાજર રહ્યા હતા.