ગાંધીનગર: મહાઠગ કિરણ પટેલના કેસ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી (PRO) હિતેષ પંડ્યાએ આખરે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય કિરણ પટેલના કેસમાં હિતેષ પંડ્યાના પુત્રની સંડોવણી હોવાનું બહાર આવતાં ભાજપ પક્ષે અમિત પંડ્યાને સસ્પેન્ડ કર્યા હતા. જેને પગલે હિતેષ પંડ્યાએ આપ્યું હોવાની માહિતી સામે આવી હતી.
PRO હિતેશ પંડ્યાનું રાજીનામું: કાશ્મીરમાં આર્મી કેમ્પ અને સંવેદનશીલ વિસ્તારમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ફરતો અમદાવાદનો મહાઠગ કિરણ પટેલ અનેક જગ્યાએ પોતાના કાવતર રચ્યા અને લોકો સાથે છેતરપિંડી કરી જ્યારે પોતે વડાપ્રધાન કચેરી ઓફિસર હોવાની પણ અનેક જગ્યાએ વાતો કરી હતી અને વડાપ્રધાન કચેરીના ઓફિસે તરીકેના કાર્ડ પણ છપાવ્યા હતા ત્યારે કિરણ પટેલની સંડોવણી ભાજપના નેતા અમિત પંડ્યા સાથે હોવાનું સામે આવ્યું હતું જેમાં ભાજપ પક્ષે અમિત પંડ્યાના સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે અમિત પંડ્યાના પિતા હિતેષ પંડ્યા કે જેઓ મુખ્યપ્રધાન કાર્યાલયમાં આસિસ્ટન્ટ PRO તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓએ પણ આજે અચાનક જ રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો: Ahmedabad Crime: કડકડાટ અંગ્રેજી બોલતો અને પોતાને હાઈપ્રોફાઈલ અધિકારી ગણાવતો મહાઠગ કિરણ પટેલ કોણ છે
છ દિવસ પહેલા જ સ્વૈચ્છિક રાજીનામું: મળતી માહિતી મળતી માહિતી પ્રમાણે હિતેશ પંડ્યા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આસિસ્ટન્ટ જન સંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. 31 માર્ચના રોજ તેઓ વયની વૃદ્ધ થઈ રહ્યા હતા. પરંતુ કિરણ પટેલના કેસમાં તેમના પુત્રની સંડોવણી અને આક્ષેપ સામે આવતા હિતેશ પંડ્યાએ છ દિવસ પહેલા જ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પર કોઈપણ પ્રકારનો આક્ષેપ ન થાય તેને ધ્યાનમાં લઈને જ હિતેશ પંડ્યાએ સ્વૈછિક રાજીનામું આપ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જ્યારે હિતેશ પંડ્યાના સોશિયલ મીડિયામાં પીએમ મોદી સાથેના ફોટો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: Fake PMO Officer: મહાઠગ કિરણ પટેલ મળ્યો'તો હીરાના વેપારીને, કહ્યું હતું સરકાર મારી સાથે છે
લેવાઈ શકે છે મોટા નિર્ણયો: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય એટલે કે સોનીમ સંકુલ એકના ત્રીજા માળે મોબાઈલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. હાલમાં જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રતિનિધિ અથવા તો કોઈપણ આગેવાન મુખ્યપ્રધાનને મળવા આવે તો મોબાઈલ લઈને મુખ્યપ્રધાન પટેલને મળવા દેવાતા નથી. ત્યારે હવે અધિકારીઓ માટે પણ રાજ્ય સરકાર દ્વારા અને સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પ્રતિબંધ લવાઈ શકે છે. જેમાં અધિકારીઓએ પણ ફક્ત ઇન્ટરકોમનો ઉપયોગ કરવાની સૂચના પણ ટૂંક સમયમાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં આપવામાં આવશે.