ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ, પ્રાણાયમ કરી દિવસનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશભરમાં યોગ દિવસ ઉજવવાનું આયોજન કર્યું હતું. ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાને નિવાસ સ્થાને અંજલિ બહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા.
'યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી'માં મુખ્યપ્રધાને જોડાઈ યોગ દિવસ મનાવ્યો - CM celebrated Yoga Day
'યોગ ભગાવે રોગ' પંક્તિ સાથે 21 જૂનને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કપરાકાળને લઈ રાજ્યમાં ધામધૂમપૂર્વક યોગ દિવસ મનાવવામાં આવ્યો નથી. પરંતુ સરકાર દ્વારા 'યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી' સૂત્ર સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાને પોતાના પરિવાર સાથે યોગાસનો કર્યા હતા.
'યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી'માં મુખ્યપ્રધાને જોડાઈ યોગ દિવસ મનાવ્યો