- રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- લાભ પાંચમથી શરૂ થતી મગફળીની ખરીદી બાબતે થશે ચર્ચા
- કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણી બાબતે આયોજન
- પોલીસ ગ્રેડ પે બાબતે થશે ચર્ચા
ગાંધીનગર : રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો કેબિનેટ બેઠક(Cabinet meeting)માં કરવામાં આવે છે ત્યારે દર બુધવારે કેબિનેટ બેઠકનુ આયોજન કરવામાં આવે છે 27 ઓક્ટોબર બુધવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે સાથે રાજ્યમાં સૌથી સળગતા મુદ્દા એવો પોલીસ ગ્રેડપે(Police GradePay) બાબતે પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
પોલીસ ગ્રેડ પે મુદ્દે થશે મહત્વની ચર્ચા
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ વિધાનસભાના પગથીયા ઉપર આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સૌથી વધુ પોલીસ જવાનોના પરિવારોને આંદોલન શરૂ કર્યું છે. ત્યારે કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે આ બાબતે મંગળવારના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષદ વીએ પણ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અને વહીવટી વડા બ્રિજેશકુમાર ઝા સાથે બેઠક યોજીને તમામ માહિતી પણ મેળવી હતી.
એકતા દિનની ઉજવણી બાબતે આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)નો લોકાર્પણ કર્યું હતું અને ત્યારે જાહેરાત કરી હતી કે ૩૧ ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે ત્યારે જ 31 ઓક્ટોબરના રોજ દેશના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પણ કેવડિયા ખાતે એકતા દિન નિમિત્તે હાજરી આપશે ત્યારે આ બાબતે ઉજવણીની કેવી તૈયારી છે અને કઈ રીતે તૈયારીઓ કરવામાં આવે છે સાથે જ ઉજવણી દરમિયાન કયા મહત્ત્વના કાર્યક્રમો રાખવામાં આવે છે તે બાબત નું આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે સાથે અમુક મહત્વના નિર્ણયો પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી
રાજ્ય સરકારે વિધાનસભા ચોમાસા દરમિયાન રાજ્યની જાહેરાત કરી હતી કે લાભપાંચમથી રાજ્યના ખેડૂતોના ટેકાના ભાવે મગફળી (Peanuts at farmer support prices)ની ખરીદી કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે લાભપાંચમથી ટેકાના ભાવે રાજ્ય સરકાર મગફળીની ખરીદી કરશે તે દરમિયાન ગોડાઉનની કઈ પ્રકારની વ્યવસ્થા છે અને કેટલા પ્રમાણમાં મગફળીના જતા અને ગોડાઉન માં રાખી શકાય છે તે બાબતે પ્રાથમિક માહિતી સાથે ચર્ચા કરવામાં આવશે.
દિવાળી બાદ રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો થશે શરૂ ?
રાજ્યમાં કોઈ આનંદ સમાધિમાં ઘટી રહ્યું છે અને હવે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો 20થી 25 જ કોલેજના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે ત્યારે દિવાળી(Diwali) બાદ રાજ્ય સરકાર દ્વારા 1થી 5ના પ્રાથમિક વર્ગ શરૂ કરવા બાબતે પણ કેબિનેટમાં પ્રાથમિક ચર્ચા કરવામાં આવશે. જ્યારે સત્તા બાદ નિર્ણય દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Bhavnagar Market Yard માં મગફળીના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ, 4619 રજિસ્ટ્રેશન થયાં
આ પણ વાંચોઃ કોરોના મહામારી છતાં ભાવનગર યાર્ડમાં છેલ્લા 2 વર્ષમાં મગફળી અને કપાસની આવક વધી