ETV Bharat / state

Cabinet Meeting: કાલે કેબિનેટ બેઠક, પાવાગઢમાં શ્રીફળ, કમોસમી વરસાદ સહિતના મુદ્દે થશે ચર્ચા - ગુજરાતમાં કમોસમી વરસાદ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે કેબિનેટ બેઠક યોજાશે. તેમાં પાવાગઢ મહાકાળી મંદિરમાં શ્રીફળ, કમોસમી વરસાદ સહિતના મુદ્દા પર ચર્ચા થશે.

Cabinet Meeting: કાલે કેબિનેટ બેઠક, પાવાગઢમાં શ્રીફળ, કમોસમી વરસાદ સહિતના મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Mar 14, 2023, 7:35 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વ નિર્ણયો કેબિનેટ બેઠકમાં કરવામાં આવે છે. ત્યારે આતીકાલે (15 માર્ચે) સવારે 10:00 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંકુલ એકમાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં ચર્ચાની વિગતેની વાત કરીએ તો, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ અથવા તો એવી કોઈ ઘટના ન બને તે માટેની સાવચેતીસ વરસાદ અને મહાકાળી મંદિરના શ્રીફળ વિવાદ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Budget Session: કૉંગ્રેસે ગૃહમાં ડ્રગ્સનો પ્રશ્ન ઉઠાવતા અધ્યક્ષે પણ આપ્યો સાથ, હવે ગૃહમાં પોલીસની કામગીરીનું વીડિયો પ્રઝેન્ટેશન થશે

અંબાજી બાદ હવે મહાકાલી મંદિરઃ અંબાજીમાં મોહનથાળ અને ચીકીના પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. ત્યારે બીજી તરફ પાવાગઢ મહાકાળી મંદિરમાં ફોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ મંદિર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યો છે. તો હવે તેનો પણ વિરોધ અનેક જગ્યાએ થઈ રહ્યો છેસ જેમાં આ વાત રાજ્ય સરકાર સુધી તો પહોંચી છે. ત્યારે કેબિનેટ બેઠકમાં શ્રીફળ મુદ્દે પણ ખાસ ચર્ચા થઈ શકે છે.

બોર્ડની પરીક્ષામાં ખાસ સાવચેતીઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ભૂતકાળની વાત કરીએ તો, મહેસાણાની ઉત્તરવહીઓ જૂનાગઢ ખાતે તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી, જેમાં ગોંડલ જેતપુર વચ્ચે અનેક ઉત્તરવહીઓના બંડલો પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. એક તરફ રાજ્યમાં પેપર ફૂટી રહ્યા છે. વિધાનસભામાં પેપર લીક રીતે એક પણ પસાર કરવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડમાં ફરીથી પેપર પડવાની ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને કેબિનેટ બેઠકમાં પણ અધિકારીઓને ખાસ સૂચન અને ટકોર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Budget Session: નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં પણ અદાણીને અપાતું હોવાનો મેવાણીએ કર્યો આક્ષેપ

કમોસમી વરસાદનો રિપોર્ટઃ ગુજરાતના 93 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ખેડૂતોને ભય ઉનાળે રોવાનો વારો આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે તપાસ કરવાની અને સરવે કરવાની સૂચના આપી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં પ્રાથમિક સરવે પણ પૂર્ણતાના આરે છે ત્યારે સરવે કેટલો બાકી છે અને ક્યાં સુધી આ સરવે પહોંચ્યો છે. તે બાબતની વિગતો પણ કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.