ETV Bharat / state

CM Bhupendra Patel: ભારે વરસાદને પગલે સીએમ ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં સમીક્ષા કરી, 4 NDRF ટીમ ડિપ્લોય કરાઈ - CM Bhupendra Patel at State Emergency Center

સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લીધી હતી. જેમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે, તેની વિગતવાર માહિતી મેળવી હતી.

CM Bhupendra Patel
CM Bhupendra Patel
author img

By

Published : Jul 1, 2023, 6:33 AM IST

Updated : Jul 1, 2023, 8:02 AM IST

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે અને 30 જૂનના રોજ સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાપકી પડ્યો હતો. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે પરિસ્થિતિનો તાગ લેવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાત્રે 9:30 થી 10 કલાક વચ્ચે અચાનક સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્ર તથા અમદાવાદના વરસાદની સમીક્ષા પણ કરી હતી. સાથે જ ચાર એનટીઆરએફની ટીમને પણ ભારે વરસાદી જિલ્લાઓમાં ડિપ્લોય પણ કરવામાં આવી છે.

CM Bhupendra Patel suddenly arrives at State Emergency Center following heavy rains, 4 NDRF teams deployed
સીએમે અધિકારીઓ સાથે બેઠક યોજી

સીએમે અધિકારીઓ સાથે બેઠક યોજી: સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લીધી હતી. જેમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે, તેની વિગતવાર માહિતી મેળવી હતી. નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.

NDRFની 4 ટીમ સજ્જ

આજથી વરસાદનું પ્રમાણ ઘટશે: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સીએમ ભુપેન્દ્ર પટેલે સૂચનો કર્યા હતા. સીએમ પટેલે જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતરની જરૂરિયાત વગેરેની પણ માહિતી લીધી હતી. કચ્છ જિલ્લાlના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર કે જનજીવનને અસર ના પડે તે માટે પણ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.

NDRFની 4 ટીમ સજ્જ: આ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ રાજ્ય સરકારે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમ એમ કુલ 4 ટીમ જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એનડીઆરએફની 2 ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.

  1. Navsari Rain Update : નવસારીની ઔરંગા નદીનો આકાશી નજારો, ભારે જળપ્રવાહને લઇ કાંઠાથી દૂર રહેવા અપીલ
  2. Ahmedabad News : આ તારીખથી મળશે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝની સહેલગાહ, ગૃહપ્રધાન અમિત શાહ ઓનલાઇન લોકાર્પિત કરશે
  3. Kutch Rain : અંજારમાં બારે મેઘ ખાંગા, રોડ રસ્તા ગાયબ થઈને નદીઓમાં ફેરવાયા, અનેેક લોકો ફસાયા

Last Updated : Jul 1, 2023, 8:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.