ETV Bharat / state

Scholarship Form : ધો 9થી 12માં શિષ્યવૃત્તિ અંગે NTA Portal પર અરજી કરવાની, 29 સપ્ટેમ્બરે પરીક્ષા - Successful Entrance Test

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે યશસ્વી એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. જેના માટે તારીખ 10 ઓગસ્ટ સુધી NTA Portal પર અરજી કરવાની રહેશે અને NTA દ્વારા 29 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે.

Scholarship Form : ધો 9થી 12માં શિષ્યવૃત્તિ અંગે NTA Portal પર અરજી કરવાની, 29 સપ્ટેમ્બરે પરીક્ષા

author img

By

Published : Jul 20, 2023, 3:02 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે National Testing Agency (NTA) દ્વારા 29 સપ્ટેમ્બર, 2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ 2023 યોજાનાર છે. આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ આગામી 10 ઓગસ્ટ, 2023 સુધીમાં NTA Portal પરની yet.nta.ac.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

શસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ : PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)) Umbrella Scheme હેઠળની Top Class School Education for OBC EBC and DNT Students યોજના વર્ષ 2022-23થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ 2023 યોજવામાં આવનાર છે.

ઓનલાઇન અરજી : સરકારની સત્તાવાર યાદી મુજબ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા શાળા-સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ 9 અને ધોરણ 11ના અન્ય પછાત વર્ગ (OBC) આર્થિક રીતે પછાત વર્ગ (EBC)અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વેબસાઇટ પર ઉપલબ્ધ : વર્ષ 2023-24માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC) આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતાપિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂપિયા 2.50 લાખથી વધુ ન હોય તેવા ધો.9 અને 10ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક 75,000 સુધી અને ધો. 11 અને ધો. 12ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક 1,25,000 સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા-સંસ્થાની માહિતી yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓ વિગતો કેવી રીતે ભરવી : વધુમાં કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જો આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. તેમ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

  1. Surat News : સુરતી વિદ્યાર્થીએ નેશનલ ટેસ્ટીંગ એજન્સી પરીક્ષામાં ઈડબલ્યૂએસ કેટેગેરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો
  2. 30 માંથી માત્ર 12 રાજ્યોએ SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ભંડોળ બહાર પાડ્યું: પ્રધાન વીરેન્દ્ર કુમાર
  3. Patan News: જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં પાટણ જિલ્લાના 1796 વિદ્યાર્થીઓનો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.