ETV Bharat / state

ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ

author img

By

Published : Jun 15, 2021, 12:52 PM IST

કોરોનાના કારણે સિટી બસ સેવા મહિનાઓથી બંધ હતી. જે કોરોનાનું સંક્રમણ ઓછું થતા ફરી આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે ચાર મહિના બસ બંધ રહેવાથી પ્રાઇવેટ એજન્સી યોગી સિટી બસને પાંચ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ
ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ
  • કોરોનાની બીજી લહેર બાદ આજથી શરૂ થઈ બસ સેવા
  • 6 બસ હપ્તાના ભરી શકતા ફાયનાન્સ કંપનીને જમા કરાવી
  • પેથાપુર, ચાંદખેડા, ચિલોડા, સહિતના રૂટ પર શરૂ થઈ બસ સેવા

ગાંધીનગરઃ સિટી બસ સેવા કોરોનાની બીજી લહેરના બે મહિના બાદ આજથી જુદા-જુદા રૂટ માટે શરૂ કરવામાં આવી છે. આજથી પેથાપુર, ચાંદખેડા, ચિલોડા, ઉનાવાસ સહિતના રૂટ પર લોકોની સવલત માટે બસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ચાર મહિના બસ બંધ રહેવાથી પ્રાઇવેટ એજન્સી યોગી સિટી બસને પાંચ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ

સીટી બસોને પાંચ કરોડનું નુકસાન

જિલ્લામાં ચાલતી સિટી બસ પ્રાઇવેટ એજન્સી દ્વારા ચાલે છે. જો કે કોર્પોરેશને આ માટે જગ્યા ફાળવી છે પરંતુ વાર્ષિક ભાડું પણ લેવામાં આવે છે. આ બસને કોરોનામાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. યોગી એજ્યુ ટ્રાન્ઝિસ્ટર એજન્સી દ્વારા ચાલતી 35 સિટી બસોમાંથી હાલ 20 બસો જુદા જુદા રૂટ માટે કાર્યરત કરાઇ છે. જોકે આ બસોમાંથી 6 બસ લોનના હપ્તાના કારણે ફાયનાન્સ કંપનીઓને જમા કરાવવી પડી છે. પ્રાઇવેટ એજન્સીએ મદદ માટે કોર્પોરેશન સમક્ષ હાથ લંબાવ્યો હતો પરંતુ કોર્પોરેશન તેમની મદદ કરી ન હોતી. જે કારણે પાંચ કરોડનું નુકસાન સીટી બસોને થયું છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા

પ્રાઇવેટ એજન્સીએ 6 બસો ફાઇનાન્સ કંપનીને જમા કરાવી

યોગી બસ નવી ખરીદાઈ હતી. 7 વર્ષ માટે આ બસને કરારબદ્ધ કરવામાં આવી છે. જેથી સિટી બસો પ્રાઇવેટ એજન્સીના ખર્ચે ચાલે છે. 35 બસોમાંથી કેટલીક બસ લોનના હપ્તા પર ચાલતી હોવાથી પ્રાઇવેટ એજન્સીએ 5 કરોડના નુકશાન સામે કોર્પોરેશન સામે મદદનો હાથ લંબાવ્યો હતો પરંતુ કોર્પોરેશને લેટરો પર લેટર લખવામાં આવ્યા હતા તેમ છતાં કોર્પોરેશનના પદાધિકારીઓ તરફથી કોઈએ મળવાની પણ તસ્દી લીધી ન હોતી. જેના કારણે પ્રાઇવેટ એજન્સીએ 6 બસો ફાઇનાન્સ કંપનીને જમા કરાવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા તમામ રૂટ પર BRTS બસ સેવા શરૂ

હાલ પૂરતી 35માંથી 20 બસ શરૂ કરવામાં આવી

કોર્પોરેશન પાસે ટેન્ડર પ્રમાણે 20 રૂટ શરૂ કરવા માટે પરવાનગી માગી હતી પરંતુ કોર્પોરેશને હાલ પૂરતા 12 જેટલા રૂટની પરમિશન પ્રાઇવેટ એજન્સીને બસ ચલાવવા માટે આપાઇ છે. જો કે 8 રૂટ હજુ પણ પેન્ડિંગ છે. જે માટે બસો વધારવી પડે તેમ છે પરંતુ અત્યારની સ્થિતી પ્રમાણેએ શક્ય જ નથી, અત્યારે બસ 50 ટકા પેસેન્જર સાથે ચલાવવી પડે છે. જોકે કોરોનાની બીજી લહેર છેલ્લા પંદર દિવસથી ઓછી થઈ છે અન્ય મેગા સિટીમાં પણ બસ વહેલી શરૂ કરાઇ છે. તેમ છતાં લોકોની સવલત માટે હવે બસ શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. સીટી બસમાં 150 જેટલા લોકો કામ કરે છે. આ ઉપરાંત બસનું મેન્ટેનન્સ, ગેસ તેમજ લોન પર લીધેલી બસના હપ્તા વગેરે ભરવા કપરું કામ થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.