ETV Bharat / state

મોરબીના માળિયામાં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનારા પોલીસકર્મીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા - Corrupt police officer sentenced - CORRUPT POLICE OFFICER SENTENCED

મોરબી: જીલ્લાના માળિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પર પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી લાંચની માંગણી કર્યાનો આરોપ છે અને ACBએ છટકું ગોઠવીને ઝડપી લીધો હતો. Corrupt police officer sentenced

મોરબીના માળિયામાં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનારા પોલીસકર્મીને 5 વર્ષની કોર્ટે સજા ફટકારી
મોરબીના માળિયામાં પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માંગનારા પોલીસકર્મીને 5 વર્ષની કોર્ટે સજા ફટકારી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 10:28 PM IST

મોરબી: જીલ્લાના માળિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પર પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી લાંચની માંગણી કર્યાનો આરોપ છે અને ACBએ છટકું ગોઠવીને ઝડપી લીધો હતો. જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. જેથી પોલીસે બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.

પોલીસકર્મીએ માંગી લાંચ: બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2014માં ફરિયાદી મનોજ હેડાઉના ભાઈના પત્ની પૂજાબેનને નૈરોબી જવાનું નક્કી થતા પાસપોર્ટ બનાવવા માટેની પ્રકિયા હાથ ધરી હતી. જેના માટે 17 માર્ચ 2014 ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી ભાઈના પત્ની પૂજાબેનને ફોન આવતા તે ત્યાં ગયા હતા અને પોલીસકર્મી અમરતભાઈએ સહી લીધી બાદમાં રૂ 500 આપવા કહ્યું હતું ત્યારે ફરીયાદી ચલણ ફી તો ભરી દીધી છે. તો શા માટે રૂપિયા આપવાના છે.

ACBએ પોલીસકર્મીને ઝડપી લીધો: પોલીસકર્મી અમરત મકવાણાએ પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી કરેલી છે. જેથી વહેવાર પેટે રૂ. 500 આપવા પડશે. નહીતર પાસપોર્ટ બનશે નહી. તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી. પણ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતાં જેથી ACBમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મચારીને ACB ટીમે આબાદ ઝડપી લીધો હતો.

લાંચિયા પોલીસકર્મીને 5 વર્ષની સખ્ત કેદ: આ કેસ સ્પેશ્યલ જજ (ACB) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે માળિયા (મીયાણા) પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અમરત મકવાણાને ગુનેહગાર ઠેરવ્યો હતો અને કોર્ટે આરોપી અમરત માવજી મકવાણાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ હેઠળ ગુનામાં ગુનેહગાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને રૂ 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 મહિનાની કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો:

  1. કડીના રાજપુર ગામે ભૂગર્ભમાંથી લાલ રંગનું પાણી ગામ લોકો મુંઝાયા, રોગચાળાની દહેશત - Red water came from underground
  2. ખેડૂતો માટે ટેકાની જાહેરાત... કૃષિપ્રધાન રાઘવજી પટેલે 10 કલાક વીજ પુરવઠો આપવાની વાતનું કર્યું સમર્થન - junagadh news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.