ગાંધીનગર: રાજ્યના ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાઓ દ્વારા માથે છતની સાથે તેમાં લાઇટ, શૌચાલય, પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો આ સરકારે પૂરાં પાડ્યા હોવાનું મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવાસો ગરીબ, અંત્યોદય પરિવારોને આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને એમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે. જ્યારે આજે સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાએ રૂપિયા 18.17 કરોડના ખર્ચે નિર્માણ કરેલા 416 આવાસોનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિજય રૂપાણીએ કર્યુ હતું.
વિજય રૂપાણીએ પાટડી-દસાડા તાલુકા સેવાસદનના રૂપિયા 9.96 કરોડના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર ભવનનો પણ લોકાર્પણ ગાંધીનગરથી કર્યો હતો. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક માનવીને ઘરના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદ રૂપ બની છે.
કોરોના સંક્રમણના આ વૈશ્વિક કપરા કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા આગળ ધપતી રહે આ સાથ કોરના સંક્રમણ પણ વધે નહીં તેની સતર્કતા સાથે વડા પ્રધાનના 'જાન હૈ, તો જહાન ભી હૈ'ના સુત્રને સાકાર કરવાની દિશા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ પ્રજાહિત-લોકહિતના કામો અટકવા દીધા નથી. વિજય રૂપાણીએ નાગરિકોને માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા, ભીડભાડ ન કરવી જેવી સારી આદતો કેળવી કોરોનાનો વ્યાપ અટકાવવા અપીલ કરી હતી.
18 July, 2019 - પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.28 લાખ આવાસોનું થશે નિર્માણ
ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સુવિધા માટે રૂ.1458 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 2,02,871 આવાસો મંજૂર કરાયા છે. સાથે જ 1,85,000 આવાસો પૂર્ણ કરીને 2157.24 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવા માટે અને 21 હજાર આવાસોના નિર્માણ માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરી છે. આ વર્ષે 1,28,000 જેટલા નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ 4500 લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂ. 20 હજાર લેખે 900 લાખ સહાય ચૂકવાઇ છે.
ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ. 3362.49 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કેબિનેટપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાં ધબકતાં થઇ ગયા છે. ગ્રામ્ય ગરીબ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જ્યાં માનવી ત્યાં આજીવિકા આપવા માટે મહાત્મા ગાંધી નરેગા યોજનાનો વ્યાપ પણ વધાર્યો છે. સાથે કુટુંબદીઠ 100 દિવસ રોજગારી આપીને ગ્રામ્યસ્તરે અસ્કયામતોનું નિર્માણ કર્યું છે. જેના હેઠળ 8.10 લાખ અસ્કયામતોનું નિર્માણ કરાયું છે.
આ યોજના માટે ચાલુ વર્ષે 400 લાખ લોકોને રોજગારી પૂરી પાડવા માટે 442.50 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે માટે 2.38 લાખ કામો હાથ ધરાશે. બિનકુશળ શ્રમિકો માટે વેતન દર રૂ. 199 નક્કી કરાયો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધી 1,65,555 શૌચાલયોનું નિર્માણ કરાયું છે. જેમાં 1239 ગ્રામીણ પંચાયતોમાં સામૂહિક શૌચાલયો મંજૂર કરાયા છે. તે પૈકી 1333.27 લાખના ખર્ચે 1238 કામો પૂર્ણ કરાયા છે.