ETV Bharat / state

કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય તોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળ થયા: CM રૂપાણી - ગાંધીનગર ન્યૂઝ

આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા હતા. બપોરે લગભગ 01.15ની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યુ હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી
author img

By

Published : Jun 19, 2020, 3:01 PM IST

Updated : Jun 19, 2020, 3:13 PM IST

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીમાં બપોરે 01.15ની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યુ હતું. ત્યારબાદ CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો તોડવાની ઘણી કોશિશ કરી હતી, પણ અં તેમને નિષ્ફળતા મળી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં CM વિજય રૂપાણી સાથે નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ મતદાન કર્યુ હતું.

ઘટનાના મુદ્દા
ઘટનાના મુદ્દા
વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે પોતાના 2 ઉમેદવારોને જીતાડવા માટે ખૂબ ધમપછાડા કર્યા હતા. એક બે ધારાસભ્યોને તોડવાની કોશિશ પણ કરી હતી, પરંતુ કોંગ્રેસ ભાજપના એક પણ ધારાસભ્યને તોડવામાં સફળ થઈ નથી. જ્યારે કોંગ્રેસે ભાજપના અનેક ધારાસભ્યના સંપર્ક કર્યા હતા. આમ, CM રૂપાણીએ કોંગ્રેસ સાથે ભાજપ ધારાસભ્યના સંપર્ક વિશે તો કહ્યું પણ ક્યાં ધારાસભ્યોનો કોંગ્રેસ પક્ષ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો તે બાબતે મૌન સેવ્યું હતું.
કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય તોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળ થયા: CM રૂપાણી

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ મતદાનની પણ વાતો વહેતી હતી. જેમાં ભાજપ પક્ષના જ એક ધારાસભ્ય ક્રોસ મતદાન કરવાના હતા. પણ ભાજપ પક્ષે પ્રોક્સી મત ગોઠવીને ક્રોસ મતદાન અટકાવ્યું હતું. જે બાબતે CM રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપના ધારાસભ્ય કેસરી સોલંકીની તબિયત ખરાબ થઈ અને રાત્રે જ ઓપરેશન કરાવ્યું હતું. જેથી પ્રોક્ષી મત લેવાની જરૂર પડી.

જ્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ BTPના મત બાબતે બંને પક્ષો દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતા અને હજુ સુધી BTP દ્વારા મતદાન નથી કરવામાં આવ્યું તે બાબતે સીએમ રૂપાણીએ ધારાસભ્યોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે કટીબદ્ધ છે, ભાજપ સરકાર જ પૈસા એકટ લાવી હતી અને તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે એટલે BTP ના મત ભાજપ ને જ મળશે.

Last Updated : Jun 19, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.