ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈલેક્ટ્રોનિક્સ પોલીસી (Gujarat Electronics Policy ) 2022-28નું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યું છે. ગુજરાત સરકારે જાહેર કરેલી પોલીસીની મુખ્ય દરખાસ્તો પર નજર કરીએ તો આ ઈલેક્ટ્રોનિક્સ પોલીસી 2028 સુધી અમલી રહેશે. તેમજ 2028 સુધીમાં ESDM ક્ષેત્રમાં 10 લાખ લોકોને રોજગારી આપવાનો ધ્યેય સરકારે રાખ્યો છે.
50 ટકા લોજિસ્ટિક સબસીડી અપાશે ઈલેક્ટ્રોનિકસ પોલીસીમાં કેપીટલ આસિસ્ટન્સમાં (Stamp duty and registration fee) (Capital Assistance in Electronics Policy) 20 ટકા સુધીની મહત્તમ સહાય અપાશે. સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં 100 ટકાનું વળતર આપવામાં આવશે. તેમજ આયાત પર લાગતા ફ્રેઈટ ચાર્જિસ પર 50 ટકા સુધીની લોજિસ્ટિક સબસીડી આપવામાં આવશે. ગુજરાત સરકાર પાવર ટેરિફ (Per unit on power tariff) પર પ્રતિ યુનિટ રૂપિયા એકની સહાય આપશે અને 100 ટકા વીજકરમાંથી મુક્તિ આપશે.
ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલીસી 2022-28ના લક્ષ્યાંકો
- વડાપ્રધાન 300 અબજ ડોલરના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના વિજનને સાર્થક કરવા રાજ્યકક્ષાએ 30 અબજ ડોલરનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરવાની નેમ
- વર્ષ 2028 સુધીમાં ESDM ક્ષેત્રમાં 10 લાખ રોજગારીનું લક્ષ્ય
- ગુજરાત ભારતભરમાં ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને ઉત્પાદન ઈકોસિસ્ટમનું રાષ્ટ્રિય કેન્દ્ર બનશે.
- નવા ગુજરાત ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર્સ (GEM) સહિત વિશ્વસ્તરીય ESDM માળખાગત સુવિધાનું નિર્માણ