ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ ગણાય રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં સીએમ ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 25 મિનિટ બેઠક યોજાઈ હતી. છેલ્લા 6 માસમાં CM ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત આવી રીતે અચાનક દિલ્હી પહોંચીને PM મોદીને મળ્યા છે.
-
આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/pIkdTee2vD
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/pIkdTee2vD
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2023આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/pIkdTee2vD
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2023
મહત્વના પ્રોજેક્ટ બાબતે ચર્ચા: વર્ષ 2024ની એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 એ 26 બેઠકો પ્રાપ્ત થાય તે માટે પ્રજાલક્ષી મહત્વના કયા પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકાય છે તે બાબતની પણ ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અનેક પ્રોજેક્ટ કે જે લોકસભા પહેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકાય તેની લીસ્ટ બનાવવાની પણ તૈયારીઓ કરી હોવાની માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આ બેઠકમાં મંદિર વિવાદ બાબતની ચર્ચા થઈ હોવાની શકયતાઓ છે.
![PM મોદી સાથે બેઠક કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2023/gj-gnr-08-pm-cm-delhi-bethak-photo-story-7204846_01092023145900_0109f_1693560540_538.jpg)
PM મોદીના જન્મદિવસની ઉજવણી: 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરાય હોવાનું સૂત્રથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ આયોજન અંતર્ગત રાજ્યના વિકાસના કામો અને અન્ય કામો પણ થઈ શકે અનેક મહત્વની જાહેરાતો થઈ શકે તે બાબતની પણ ચર્ચા થઈ હોવાની શક્યતાઓ છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર શ્રમિકો માટે પણ મહત્વની જાહેરાતો કરવાની તૈયારીમાં છે. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાન અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે તેને ધ્યાનમાં લઈને આ બેઠક યોજાઈ હોય શકે છે.