વલસાડ
- લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ માતાજીના દર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યુ હતું. તેમજ તેમણે આગામી ચૂંટણીમાં દોઢ લાખ કરતા પણ વધુ લીડથી વિજય બનાવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો
અમરેલી
- RTI એક્ટિવીસ્ટનાથાલાલ સુખડીયાએઅમરેલી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. મહત્વનું છે કે, દેશમાં ચલણમાં હોવા છતાં 10ના સિક્કા સ્વીકારવાની વેપારીઓ મનાઇ ફરમાવીરહ્યા છે.નાથાલાલ સુખડીયાઉમેદવારી ફોર્મમાં ડિપોઝીટ પેટે રૂપિયા 25000ના 10-10 સિક્કાઓ લઇને ફોર્મ ભરવા પહોચ્યા હતાં.
જૂનાગઢ
- કોંગ્રેસ બાદ આજે જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ નામાંકન ભર્યુ હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલાએ હાજરી આપીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
નવસારી
- લોકસભાના ભાજપના ઉમેદવાર બાદ આજે કોંગ્રસના ઉમેદવાર ધર્મેશ પટેલે પોતાના 10 હજાર જેટલા સમર્થકો સાથેઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે રૅલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંલોકોએ વિજયના નારા લગાવ્યા હતાં.
મહેસાણા
- લોકસભા ચૂંટણી માટે વિવિધ પાર્ટીઓ દ્વારા 6થી વધુ ઉમેદવારી પત્રો ચૂંટણી પંચને સોંપાયા છે, ત્યારે આજે કોંગ્રેસ ઉમેદવાર એ. જે. પટેલે પણ મોઢેરા રોડ પરથી રૅલી યોજી ઉમેદવારી પત્ર ભરવા કલેકટર કચેરી પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે 2 લાખથી વધુ મતોથી ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી હતી.
રાજકોટ
- લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય લલિત કગથરાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે આજે સત્તાવાર રીતે લલિત કગથરા દ્વારા રાજકોટ બેઠકપરથી ઉમેદવારી નોંધાવામાં આવી હતી. રાજકોટના બહુમાળી ચોક ખાતે વિશાળ જનસભાને સંબોધ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો સાથે લલિત કગથરાએ નામાંકન ભર્યું હતું.
સેલવાસ
- દાદરા નગર હવેલીમાં ત્રીજી ટર્મ માટે લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી નટુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સેલવાસ કલેકટર ખાતે ઉમેદવારી ફોર્મ ભરી ભાજપના સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'વિકાસના મુદ્દાને લઈને અમે જનતાની વચ્ચે જઇશું અને અમારી જીત નિશ્ચિત છે.'આ ઉમેદવારોએ કર્યુ નામાંકન
બારડોલી
- લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવાએ નામાંકન ભર્યુ હતું. આ સાથે રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. રુપાણીએ જનતાને ફરી મોદી સરકાર બનાવવા અપીલ કરી હતી.
પાટણ
- લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરત સિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે,ત્યારે આજે ભરત સિંહ ડાભીએ નામાંકન ભર્યુ હતું. તેમણે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા પાટણના નગર દેવી કાલિકા માતાના આશીર્વાદ લીધા હતાં.
આણંદ
- લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તારીખ 4 એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરવા માટે ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા સમય આપવામાં આવ્યો છે. ત્યારે આણંદ બેઠક પર વણકર રમેશભાઈએ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું.
પંચમહાલ
- લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વી.કે.ખાંટે નામાંકન ભર્યુ છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વી.કે.ખાંટે જંગી સભા સંબોધિત કરી રોડ શો કરી શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું,જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સુરેન્દ્રનગર
- લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને હાલ લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે નામાંકન ભર્યુ હતું. આ સાથે રૅલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું.