કેગ દ્વારા રજુ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારની વર્ષ 20170-18ની વિગતો
- રાજ્ય સરકારે ગેરરીતિ નુકસાન અને ઉચાપતના 14.40 કરોડની સંડોવાયેલી રકમ અંગેના 157 કેસોમાં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલાં લીધા ન હોતા.
- માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. રૂપિયા 4,278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગની ટિપ્પણી રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર પણ કરવામાં હતી.
- વર્ષ 2017-18 દરમિયાન 1,82,971 કરોડની જોગવાઈ સામે 1,61,063 કરોડનો ખર્ચ કરાયો,
- 21,908 કરોડની રકમ વણ વપરાયેલી રહી,
- છેલ્લા 5 વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા.
- રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2017-18માં 5.44 %ના દરે નોંધાયો વધારો.
- રાજ્યની રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ હતી. જે 9.01 %ના સરેરાશ વાર્ષિક દરે વધીને 2,56,366 કરોડ થઇ હતી.
- આંતરિક ઋણની આવકમાં 2014 અને 17 દરમિયાન સતત વધારો થયો હતો. પરંતુ 2017-18માં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. તો વર્ષ 2013 થી 18 દરમિયાન એકંદરે 40.04% નો વધારો થયો છે. ભારત સરકાર તરફથી લોન અને પેસગીઓમાં 2014 થી 18 દરમિયાન સતત ઘટાડો થયો હતો.
- રાજ્યની મૂડી આવકમાં વર્ષ 2013 અને 14માં કુલ 19.484 કરોડનો વધારો નોંધાયો હતો. જે વધીને 2017 અને 2018માં 27.299 કરોડ થઈ હતી. વર્ષ 2017 અને 18 દરમિયાન મૂડી આવકમાં પાછલા વર્ષ કરતા 2.76 ટકાનો ઘટાડો થયો હતો. જે મુખ્યત્વે જાહેર ઋણની આવકમાં 2.58 %નો ઘટાડાના કારણે થયો હતો.
- તો આ સાથે જ ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો મૂડીનું ધોવાણ
- છેલ્લા અંતિમ રૂપ અપાયેલા હિસાબો પ્રમાણે 73 કાર્યરત PSUમાં રોકાણો અને એકત્રિત નુકશાન અનુક્રમે રૂપિયા 1,56,615.95 કરોડ અને 9,949.78 કરોડ રહ્યું હતું. 31 માર્ચ 2018ના રોજ રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોની એકંદરે ચોખ્ખી સંપત્તિનું મૂલ્ય હકારાત્મક હતું.
- 73 કાર્યરત જાહેરક્ષેત્રના ઉપક્રમે પૈકી 9માં ચોખ્ખી સંપત્તિમાં ધોવાણ થયું હતું. આ 9 રાજ્યના જાહેરક્ષેત્રના ઉપક્રમોની 10,202.40 કરોડની ભરપાઇ થયેલી મૂડી અને એકત્રિત નુકશાનમાં 22,431.63 કરોડ હતું.
- કાર્યરત એવી 73 રાજ્યના SPSUSમાં મૂડી રોકાણ 2013 અને 14માં 1,10,319.66 કરોડ હતું. જે વધીને વર્ષ 2017 અને 2018માં