ETV Bharat / state

Budget Session 2023 : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે - ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા

ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પુછાયેલ સવાલના જવાબમાં રાજ્યકક્ષાના ઉર્જાપ્રધાન મુકેશ પટેલે ગૃહને માહિતી આપી હતી. ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ છે અને તેમાં ગુજરાત દેશમાં મોખરે છે

Budget Session 2023 : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે

author img

By

Published : Mar 11, 2023, 9:32 PM IST

ગાંધીનગર : કલાઈમેટ ચેન્જ રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું છે કે, પર્યાવરણના જતનની સાથે ઉર્જાનું ઉત્પાદન થાય એ આશયથી રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,762.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે છે. દેશની સરખામણીએ 15.3 ટકા જેટલી છે. રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 52 ટકા અને સૌરઊર્જા 46 ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.

વિવિધ પ્રોજેક્ટ વાઈઝ કેટલી ઉર્જા? : આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા પ્રત્યુતરમાં મુકેશ પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અંતર્ગત પવન ઉર્જા પ્રોજેક્ટ હેઠળ 9712.06 મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8,640 મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડમાં 238.94 મેગાવોટ, બાયો માસમાં 81.55 મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં 82.15 મેગાવોટ અને વેસ્ટ 3 એનર્જીમાં 7.50 મેગાવોટ મળી કુલ 18,764.40 ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો Sabarkantha News : રાજ્ય પોલીસ માટે દિશા સૂચક, પોલીસ મથકો થઈ રહ્યા છે સૌર ઉર્જા થકી સંચાલિત

આગામી વર્ષોનો શું લક્ષ્ય છે? : તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી અભિગમ થકી કેન્દ્ર સરકાર દ્વારા પંચામૃત સંકલ્પના આધારે પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે 500 ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. તે પૈકી ગુજરાતે વિવિધ તબક્કાવાર અંદાજિત 90થી વધુ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય છે. ઉપરાંત ભારતે વીજ ઉર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકીના 50 ટકા સ્થાપિત ક્ષમતા પુન: પ્રાપ્ય ઉર્જા મારફતે પૂર્ણ કરાશે. જેમાં ગુજરાત પણ વર્ષ 2030 સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરશે. દેશમાં પ્રોજેક્ટ કાર્બન એમિશન પૈકી 1 બિલિયન ટનનો ઘટાડો કરાશે. દેશનાઅર્થતંત્રની કાર્બન ઈન્ટેસીટી 45 ટકા જેટલી ઘટાડશે.

રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે

રીન્યુએબલ એનર્જિની સ્થાપના કરાશે : ભારતની વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરોને લક્ષ્યાંક હાંસલ કરાશે. નેટ ઝીરો એટલે કે કોઈપણ કંપની 100 ટન કાર્બન ઉત્સર્જન કરે તો તેની સામે વૃક્ષો વાવીને અથવા કાર્બન કેપ્ચર કરે અથવા રીન્યુએબલ એનર્જીની સ્થાપના કરી નેટ ઝીરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો અટકાવે એ માટે પણ પ્રાધાન્ય આપી આયોજન કરાશે.

નોડલ એજન્સી જેડા નિયત કરાઈ છે : વીન્ડ સોલાર હાઇબ્રીડ યોજનાની મંજુરી અને વીન્ડર સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ કયા જિલ્લામાં કાર્યરત છે એવા પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મુકેશભાઈ પટેલે કહ્યું કે, વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટની મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે. વીન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટના વિકાસકારો દ્વારા જેટકો પાસેથી આ પ્રોજેક્ટ દ્વારા થનાર વીજ ઉત્પાદનને સહાય કરવા માટેની મંજૂરી તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર જમીનનો કાયદેસરનો કબજો મેળવી નિયત કરવા અરજીપત્રકમાં અરજી કરવા જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો Solar Power Technology: ખેતી માટે પાવરનો અભાવ છે ત્યારે એક ખેડૂત સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે, જાણો છો?

હાઈબ્રીડ પાવર પ્રોજેક્ટ કયા કાર્યરત થયા છે? : આવા વિન્ડક સોલાર હાઇબ્રીડ પ્લાન્ટની રાત દિવસ વીજ ઉત્પાદન થાય છે અને વીન્ડ સોલાર હાઇબ્રીડ વિકાસને પ્રોત્સાહન આપવાથી વીજ વિતરણ માળખાનો પણ શ્રેષ્ઠ અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય. આ પાવર પોલિસી હેઠળ અત્યાર સુધીમાં 238.88 મેગાવોટ કેપીસીટીના હાઇબ્રીડ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. જેમાં મોરબીમાં 133.70 મેગાવોટ, જામનગરમાં 55.50 મેગાવોટ, અમરેલીમાં 22.50 મેગાવોટ અને રાજકોટમાં 27.18 મેગાવોટની ક્ષમતા છે.

હાઈડ્રોપાવર પૉલીસી કયારે બની? : રાજ્યમાં હાઇડ્રો પાવર જનરેશનની શક્યતાઓ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં પ્રધાન મુકેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યત્વે નર્મદા પ્રોજેક્ટની નહેરોનું નેટવર્ક છે આ નેહરો ઉપરના ડ્રોપ ઉપર સામેલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ દ્વારા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો અમારો ધ્યેય છે. આવા પ્રોજેક્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના થઈ શકે છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઇડ્રોપાવર પોલિસી વર્ષ 2005થી અમલી બનાવી છે. ત્યારબાદ બીજી પોલીસી વર્ષ 2016થી અમલી છે. આ સ્મોલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં 116.06 મેગાવોટની ક્ષમતાવાળા 24 પ્રોજેક્ટ નોંધાયા છે. તે પૈકી 82.15 મેગાવોટની ક્ષમતા ધરાવતાં 18 પ્રોજેક્ટ કાર્યાન્વીત થયા છે, જ્યારે 33.91 મેગાવોટની ક્ષમતા ધરાવતા છ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળના વિવિધ તબક્કે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.