બુધવારના રોજ બ્રેટ લી ગાંધીનગરના મહેમાન બન્યા હતા. તેમની સાથે સોળ વર્ષ પહેલા બોમ્બેમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરાવનાર અમદાવાદમાં રહેતા પિતા-પુત્ર હાજર રહ્યા હતાં. ત્યારે બ્રેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, "કોક્લિયર ઈમ્પ્લાન્ટની જાગૃતિ માટે ગુજરાતની મુલાકાતે આવ્યો છું. ત્યારે દેશમાં કેરલા કોકલીયર ઇમ્પ્લાન્ટની જાગૃતિ માટેનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત પણ તે હરોળમાં જોડાઇ તેવી સરકારને મારી અપીલ છે."
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ન્યુ બોર્ન હિયરીંગ સેન્ટરનોના હસ્તે શુભારંભ અંગે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદમાં આવેલી સરકારી હોસ્પિટલમાં શુભારંભ કરવામાં આવશે અને તેની મુલાકાત લેવામાં આવશે.
આ ઉપરાંત કેરળમાં થતાં હિયરીંગ ટેસ્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "કેરળમાં જન્મ સાથે જ બાળકનો હિયરીંગ ટેસ્ટ કરવો ફરિજયાત છે. તે જ રીતે ગુજરાતમાં પણ ફરજિયાત કરવા ગુજરાત સરકારને અપીલ કરી હતી. બાળકોના પોષણ અને તંદુરસ્તી માટે સરકાર દ્વારા લેવાતી દરકાર બાળકના સાંભળવા માટે પણ લેવાવી જોઈએ. આજે 3 કલાકે ગાંધીનગર પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલ બ્રેટલી ગુરૂવારના રોજ બપોરે 12:30 કલાકે અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજની મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને વર્ષ 2015માં ગ્લોબલ હિયરીંગ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે દેશના અનેક શહેરોની મુલાકાત લીધી હતી. દુનિયાનો દરેક વ્યક્તિ રોજબરોજની ઘટનાઓથી વાકેફ થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સાંભળવાની સમસ્યાનું સમાધાન કરવા માટે કામગીરી રહ્યો છે.
દેશમાં જન્મતા દરેક બાળકોમાંથી પાંચ બાળકો સાંભળવાની સમસ્યા સાથે જન્મે છે. માત્ર ગુજરાતમાં જ 1.90 લાખ લોકો આ સમસ્યાથી પીડિત છે. દુનિયામાં પાંચ ટકા લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી. જેમાં 34 મિલિયન બાળકોનો સમાવેશ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે પગલાં ભરવામાં નહિં આવે તો, વર્ષ 2050 સુધીમાં 900 મિલિયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત હશે. કોક્લિયર ઈમ્પ્લાન્ટ અવેરનેસ માટે ગુજરાત પ્રવાસે આવેલાં બ્રેટ લી એ બાળકના જન્મ સમયે જ હિયરીંગ ટેસ્ટ કરાવવા લોકોને કરી અપીલ કરી હતી.