ગાંધીનગર : વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ ગણાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયાની કામગીરી કેવી રીતે કરવી જવાબ કેવી રીતે આપવો તે બાબતે આજે ખાસ સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓને પાંથીએ પાંથીએ તેલ પૂરી આપ્યું હતું.
-
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત 'સોશિયલ મીડિયા યુથ સમિટ' | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/2LX8MS7GGb
— BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત 'સોશિયલ મીડિયા યુથ સમિટ' | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/2LX8MS7GGb
— BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2023LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત 'સોશિયલ મીડિયા યુથ સમિટ' | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/2LX8MS7GGb
— BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2023
સોશિયલ મીડિયામાં શું કરવું તેની સૂચના આપી સી આર પાટીલે હાજર રહેલા સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારનો મનની મરજી મુજબ જવાબ ન આપતાં પરંતુ કાર્યાલયમાં પૂછીને શબ્દસઃ જવાબ આપજો. આજની સમિટમાં ગુજરાતના તમામ જિલ્લા મહાનગરપાલિકા, નગરપાલિકાના ભાજપના સોશિયલ મીડિયા ટીમના પ્રમુખ, પ્રભારીઓ અને પ્રતિ જિલ્લાના 10 એક્ટિવ કાર્યકર્તાઓની હાજરીમાં પાટીલે ટકોર સાથે સોશિયલ મીડિયામાં શું કરવું તેની સૂચના આપી હતી.
ખોટી કોમેન્ટ કરે તો સાચો જવાબ આપજો : સી.આર. પાટીલે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓને સંબોધીને નિવેદન આપ્યું હતું કે આપણે લડાઈ લડવાની છે, તૂટી પડવાનું છે, કોઈ આપણી સામે કોઈ ખોટી કોમેન્ટ કરે તો તેને જવાબ આપવાનો છે. આપણે સાચી વાત લોકોને કહેવાની ટેવ પાડવાની છે. કોઈને અપ્રચાર કરવો હોય તો એ એના લક્ષણ છે. એમની પાસે આ દેશના અને રાજ્યના લોકોને આપવા માટે કંઈ જ નથી એટલા માટે નેગેટિવ પ્રચાર કરતા હોય છે. વડાપ્રધાન મોદી માટે આખો દેશ અને દુનિયા તેના કામોથી પ્રભાવિત છે ત્યારે એમને કોસવાનું કામ લોકો કરતા હોય તો તે કામ વિરોધીઓ કરતા હોય છે. તમને વિનંતી છે કે એમને જવાબ આપવો અને સાચી વાત લોકો સુધી પહોંચાડવી એ આપ સૌની ફરજ છે પરંતુ એટલે સુધી જ ફરજ છે તે માનવાનું કારણ નથી.
તમે સોશિયલ મીડિયામાં કોઈને કોઈ પણ જવાબ આપો તો તમારા મરજીથી જવાબ આપવાના બદલે પ્રદેશ કાર્યાલયમાંથી માહિતી મેળવીને શબ્દસ: સાથેનો જવાબ આપજો. નહિતર ઘણીવાર જવાબ આપવામાં તમારા શબ્દોમાં જો નાની મોટી ભૂલ થશે તો એમાં આપણે વધારે ટીકા પાત્ર પણ બનીએ છીએ. જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ મુદ્દો આગની જેમ ફેલાઈ જાય છે તેવું લોકો માને છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા ટીમ દાવાનળની જેમ ફેલાઈ જાય. કારણ કે આગ તો કાબૂમાં આવી જશે પરંતુ દાવાદળ કાબૂમાં આવશે નહીં. દાવાનળની અંદર આવનાર ભસ્મીભૂત થઈ જાય તેવી તાકાત છે દાવાનળમાં...સી. આર. પાટીલ (ભાજપ પ્રદેશ પ્રમુખ)
પહેલાં ટ્રેન માટે બજેટમાં રાહ જોવી પડતી : સી આર પાટીલે ભૂતકાળના સમયને યાદ કરતા નામ લીધા વગર વિપક્ષ પર આક્ષેપો કર્યા હતા કે પહેલાં સાંસદ સભ્યને બજેટમાં પોતાના વિસ્તારમાં કેટલી ટ્રેન મળી છે તેની રાહ જોવામાં આવતી હતી. પરંતુ હવે તો અમુક દિવસોના અંતરોમાં જ નવી ટ્રેનો સમગ્ર દેશમાં પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે મહારાજ ભારત ટ્રેનને લીલી ચંડી આપી છે ત્યારે આ ઘટનાને યાદ કરતા પણ સી આર પાટીલે સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓને ટકોર્યાં હતાં કે જ્યારે પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ યોજનાની જાહેરાત કરે કોઈ કામગીરી કરે તો તાત્કાલિક ધોરણે તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું જોઈએ.
એક લાખથી વધુ ટ્વિટની સૂચના : તેમણે કોંગ્રેસની ટીકા કરતાં વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં યોજનાઓ બનતી હતી પણ કોના માટે બનતી હતી એ ખબર નથી. ત્યારે હાલમાં જે યોજનાઓ બની રહી છે તે દેશના લોકો માટે બની રહી છે અને મોદી સરકારે 180 જેટલી યોજનાઓ તૈયાર કરી છે. ત્યારે આ યોજનાઓને પણ લોકોમાં ફોરવર્ડ કરવી જોઈએ. જેથી લોકોને સરકારની યોજનાઓ બાબતની પણ જાણકારી મળી શકે આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે યોજના બનાવે તેનો પણ પ્રચાર આપણે કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, જેપી નડ્ડા જ્યારે પણ ટ્વિટ કરે ત્યારે તાત્કાલિક ધોરણે 1,00,000 થી વધુ થાય તેવી સૂચના અને ટકોર પણ સી આર પાર્ટી સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓને કરી હતી.
- PM Modi Gujarat Visit : PM મોદી 26મીએ સાંજે ઊતરશે અમદાવાદ એરપોર્ટ પર, ગુજરાત પ્રવાસમાં કયા કાર્યક્રમો યોજાશે, જુઓ
- Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈ સંગઠનને બેઠું કરવાના ભાગરૂપે કોંગ્રેસે યોજી બેઠક
- Women Reservation Bill : શું મહિલા આરક્ષણ બિલ રાજકારણમાં નેપોટિઝમનો અંત લાવશે કે રાજકારણીઓની પત્ની-દીકરીઓનો અધિકાર બની રહેશે ?