ETV Bharat / state

Chintan Shibir Narmada: CM પટેલ પ્રધાનમંડળ સાથે STની વૉલ્વોમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રવાના - Bhupendra Patel embarked on a mass tour

આજથી શરૂ થનારી ચિંતિન શિબિરને લીઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. સાંજે ચાર વાગ્યે શરૂ થનારી શિબિર પહેલા મુખ્યપ્રધાન સહિત 200થી વધારે મહેમાનો કેવડિયા પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત પહેલા જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અન્ય પ્રધાન સાથે એસ.ટી.ની વોલ્વો બસમાં બેસીને કેવડિયા પહોંચ્યા હતા.

Chintan Shibir Narmada: સામૂહિક ચિંતન  પહેલા સામૂહિક પ્રવાસ પ્રસ્થાન કર્યું

author img

By

Published : May 19, 2023, 11:27 AM IST

Updated : May 19, 2023, 12:15 PM IST

અમદાવાદ: ચિંતન શિબિર માટે એકતાનગર પહોંચવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય પ્રધાન મંડળના પ્રધાન એસ.ટી.ની વોલ્વો બસમાં બેસીને સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં 2003 થી શરુ કરેલી ચિંતન શિબિરની આ 10મી ચિંતન શિબિર છે. આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.

અલગ અલગ સ્થળોએથી રવાના: આ શિબિરમાં સહભાગી થવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ પ્રધાન તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ.ટી.ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએથી રવાના થયા હતા.

બપોરે એકતા નગર પહોંચશે: ગાંધીનગરથી પ્રધાન મંડળ, નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્ય પ્રધાનઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય અન્ય વરિષ્ઠ સચિવો માટે 4 વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસથી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ 9 વોલ્વો બસ મારફતે 218 જેટલા લોકો બપોરે એકતાનગર પહોંચશે.

ખાસ બેઠક યોજીઃ આજે જે શિબિર યોજવવાની છે. જે અંગે જિલ્લાના અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે સમૂહ ચિંતન-મંથન કરીને ગુજરાતના વિકાસને વેગ આપવા શિક્ષણ, આરોગ્ય, પંચાયત, વહીવટી સેવાને લગતા વિષયો ઉપર મનોમંથન કરીને રાજ્યના વિકાસને વધુ વેગવાન બનાવવાના પગલાં લેવાશે.

10 મોટી શિબિરઃ આ ત્રણ દિવસ દરમિયાન કુલ 200થી વધારે પદાધિકારીઓ તથા સચીવો સતત ત્રણ દિવસથી દસ મોટી શિબિરમાં ભાગ લેશે. જેમાં દરેક દિવસે જુદા જુદા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રથમ દિવસે શરૂઆત હસમુખ અઢિયા કરશે. જે મેનેજમેન્ટ પર પોતાનું સંબોધન કરશે.હાલ એસ ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન નેતાઓએ કર્યું છે.

પ્રેરક માર્ગદર્શન અપાશેઃ ઉમદા આશય સાથે ચિંતન-મનન કરશે અને વિવિધ ગૃપો દ્વારા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપશે. ચર્ચા વિચારણના અંતે નિષ્કર્ષ-તારણો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરાશે. ચિંતન શિબિરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે અધિક નિવાસી કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, વિવિધ સમિતિઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત સ્ટેચ્યુ ઓફ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

  1. Gujarat Cabinet Meeting : કેબિનેટ બેઠક સમયમાં ફેરફાર, સરકારના 150 દિવસના કામકાજનું પ્રેઝન્ટેશન કરાશે
  2. Gandhinagar News : પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમમાં ઉલ્લેખિત ગુજરાતી વ્યક્તિવિશેષો સાથે સીએમનું સ્નેહમિલન યોજાયું
  3. Gandhinagar News : બ્રિટીશ પાર્લામેન્ટ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ દ્વારા સીએમ સાથે મહત્ત્વની બેઠક, ચર્ચાના મુદ્દા જાણો

Last Updated : May 19, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.