ETV Bharat / state

ભાવનગર શહેર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ, મહુવામાં પાંચ ઈંચ વરસાદ - ચોમાસુ ગુજરાત 2022

ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદનો માહોલ છે. મેઘાએ ગત રવિવારે વલભીપુર તાલુકાને ધમરોળ્યા બાદ મહુવા તાલુકાને નિશાન બનાવી પાંચ ઈંચ જેવો વરસાદ વરસી જતાં ઠંડક પ્રસરી ગઈ છે. Bhavnagar received five inches of rain , Monsoon Gujarat 2022

ભાવનગર શહેર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ, મહુવામાં પાંચ ઈંચ વરસાદ

author img

By

Published : Sep 15, 2022, 6:12 PM IST

ભાવનગર આ વર્ષના ભાદ્રપદ માસની સ્થિતિ નિહાળતા કંઈ અલગ જ માહોલ લાગી રહ્યો છે. ભાદરવા માસના આરંભે ( Monsoon Gujarat 2022) મેઘરાજાએ સત્તાવાર વિદાય લીધી હોય એવું દશ્યમાન થતું હતું. પરંતુ જેમ જેમ દિવસો વિત્યા એ સાથે ગરમી બફારાનુ પ્રમાણ અસહ્ય રીતે વધતાં જતાં લોકોને ખાત્રી થઈ હતી કે ચોમાસાનો અંતિમ રાઉન્ડ જમાવટ કરશે જ અને લોકોની આ ધારણા ( Bhavnagar received five inches of rain)સાચી ઠરી છે.

મહુવામાં પાંચ ઇંચ વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક

ભાવનગર શહેર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ છેલ્લે ચાર દિવસથી મેઘરાજા સાથે કુદરત કોપાયમાન થઈ હોય તેમ આ ચોમાસાનું વરવું દ્રશ્ય રાત ઢળ્યે જોવા મળી રહ્યું છે. આખી સિઝનમાં નિહાળવા ન મળ્યાં હોય એવાં કર્ણભેદી કડાકાભડાકા સાથે આંખો આંજી દેતાં વીજ ચમકદારને નિહાળીને ભલભલા આવાક્ થઈ ગયા છે. ગત શુક્રવારે મોડી રાત્રે શહેરમાં મેઘરાજાએ જાણે તાંડવ શરૂ કર્યું હોય એવો માહોલ સર્જાયો હતો. એ જ થીયરીનુ રવિવારે સાંજે પુનરાવર્તન થયું હતું. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અને અઢી ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકમાં ખાબક્યો હતો.

મહુવામાં પાંચ ઈંચ વરસાદ ભાવનગર શહેરમાં પણ ગગનભેદી કડાકાભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સપ્તાહની શરૂઆત એટલે કે સોમવારે મહુવા (Five inches of rain in Mahuva ) તાલુકાને ટાર્ગેટ કરી મૂશળધાર મેઘો મંડાયો હતો અને પાંચ ઈંચ ( Bhavnagar received five inches of rain) જેવો વરસાદ પડયો હોવાનાં વાવડ સાંપડી રહ્યાં છે. એ સાથે શહેરમાં પણ રાતને બદલે સમી સાંજે વરસાદનું આગમન થયું હતું. પરંતુ આજે શોર ઓછો અને નેવાધાર વધુ જોવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં પણ મેઘરાજા વધુને વધુ વરસાદ વરસાવી વિદાય લે એવી શક્યતા પ્રબળ બની રહી છે.

કેટલો વરસાદ પડ્યો ભાવનગર જિલ્લામાં 600 mm વરસાદ સામે 500 mm જિલ્લાનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહુવામાં 129 ટકા અને ગારીયાધાર 110 ટકા વરસાદ સિઝનનો નોંધાઇ ચુક્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઘોઘામાં 44 mm અને જેસરમાં 46 mm આજદિન સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અન્ય તાલુકામાં 70 થી 90 mm વરસાદ અલગ અલગ તાલુકામાં નોંધાયો છે.જિલ્લામાં કુલ 80 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.