ETV Bharat / state

દશેરમાં પહેલા 54,000 રૂથી વધુના અખાદ્ય ફાફડા, જલેબી અને અન્ય ખાધ્ય પદાર્થોનો કરાયો નાશ

દશેરા પહેલા ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 1,700થી વધુ ખાદ્યપદાર્થના નમૂના લઇ તપાસ માટે મોકલામાં આવ્યા હતાં જેમાં અખાદ્ય પદાર્થોનો જથ્થો પણ ઝડપાયો હતો. જેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

દશેરમાં પહેલા 54,000 રૂથી વધુના અખાદ્ય ફાફડા, જલેબી અને અન્ય ખાધ્ય પદાર્થોનો કરાયો નાશ
દશેરમાં પહેલા 54,000 રૂથી વધુના અખાદ્ય ફાફડા, જલેબી અને અન્ય ખાધ્ય પદાર્થોનો કરાયો નાશ
author img

By

Published : Oct 14, 2021, 10:07 PM IST

  • દશેરાના તહેવાર નિમિત્તે સમગ્ર રાજયમાં વેચાણ થતા ફાફડા, જલેબી
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એકમો પર કરાઈ તપાસ
  • ચટણી વગેરેના એકમોની આકસ્મિક તપાસ કરાઇ

ગાંધીનગર: રાજ્યમાં 15 ઑક્ટોબરના રોજ દશેરાની ઉજવણી થશે ત્યારે નાગરિકોને શુદ્ધ, સલામત અને પોષણક્ષમ્ય આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દશેરાના તહેવાર નિમિત્તે સમગ્ર રાજ્યમાં વેચાણ થતા ફાફડા, જલેબી, ચટણી વગેરેના એકમોની આકસ્મિક તપાસ કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે. તપાસ દરમિયાન ફરસાણ, મીઠાઈ, ચટણીના કુલ 1,733 જેટલા ખાદ્યપદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે જેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

54,000નો મુદ્દામાલ નાશ કર્યો
રાજ્યમાં દશેરાની તહેવારની તપાસ દરમિયાન જુદા જુદા સ્થળેથી આશરે રૂ 54,000 કિંમતનો 500 કિગ્રા અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે તથા તંત્રની ફુડ સેફ્ટી ઑન વ્હિલ્સ દ્વારા રાજ્યના મોટા શહેરોમાં દશેરા તથા દિવાળીના તહેવારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રૂપિયા 38,68,000નો દંડ
તંત્ર દ્વારા જે તે સમયે દાખલ કરેલ એડજ્યુડિકેશન કેસોમાં જે તે જિલ્લાના એડજ્યુડિકેશન ઓફિસરે સપ્ટેમ્બર-2021 દરમિયાન કુલ-57 એડજ્યુડિકેશનના કેસોમાં ચુકાદાઓ આપ્યા છે તથા આ ચુકાદાઓમાં નમૂના સાથે સંકળાયેલ તમામ જવાબદાર ઇસમોને અંદાજિત રૂ. 38,68,000નો દંડ કરવામાં આવ્યો છે. આ દંડની રકમ જોતા પ્રતિ કેસ આશરે રૂ. 68,000 જેટલો સરેરાશ દંડ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આજ દિન સુધી 635 અનસેફ કેસો નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.