સેક્ટર 7માં આવેલા ભારતમાતાના મંદિર માટે 1988મા વિશ્વ હિન્દૂ પરિષદને જમીન ફળવાય હતી. 2017 પછી ભારતમાતા મંદિર વિશ્વ હિન્દુ પરિષદ ઉતર ગુજરાત પ્રાંત ટ્રસ્ટ દ્રારા બનાવાયું હતુ. 1988મા જ્યારે આ જમીન વીએચપીને ફાળવવાંમા આવી ત્યારે ટ્રસ્ટી પ્રવીણ તોગડીયા હતાં. હવે પ્રવીણ તોગડીયાના સંગઠન એએચપીનો દાવો કર્યો છે કે, તેમનો આ મંદીર પર હકક હિસ્સો છે. તો બીજી બાજુ વીએચપી કહે છે કે વીએચપીને સરકાર દ્રારા ધાર્મિક હેતુ માટે આ જમીન ફાળવી હતી. જેથી તેનાં પર તેનો હક્ક છે.
ગાંધીનગર શહેરના સેક્ટર 7માં આવેલા ભારત માતા મંદિરે પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગણેશ સ્થાપન કરવાના છેય. જેથી રવિવારે સવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગણેશ મહોત્સવની તૈયારીના ભાગરૂપે મંદિર ખાતે પહોંચ્યા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને આ મંદિર ઉપર તેમનો હક્ક હોવાનો દાવો કર્યો હતો. આટલુ કહેતો મામલો બગડ્યો હતો. વીએચપી અને એએચપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને કારણે તાત્કાલિક પોલીસ પણ બોલાવી લેવાઈ હતી. આ જમીન કે મંદીર કોઈ વ્યક્તિને નહીં પણ ટ્રસ્ટને મળ્યું હતુ. જેથી ટ્રસ્ટી તરીકે પ્રવીણ તોગડીયા સંગઠનમા ન રહેતાં આ જમીન પર તેમનો વ્યક્તિગત હક્ક નથી. હવે આ જમીન અને મંદીર પર વીએચપીનો હક્ક હિસ્સો છે.
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી અશોકભાઇ રાવલે કહ્યું હતું કે, સેક્ટર 7 માં આવેલું ભારતમાતા મંદિર વિશ્વ હિન્દુ પરિષદની માલિકીનું છે. સોમવારથી ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરુપે કામગીરી ચાલી હતી. તે સમયે એએચપીના કેટલાક લોકો આવીને માલિકી હક જતાવી રહ્યા હતા. 1988માં ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરીને આપવામાં આવ્યું હતું. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જન્મ પણ થયો હતો. આ ઉપરાંત ચેરિટી કમિશ્નર દ્વારા આ સંગઠનને રદ કરાયું છે જેથી મંદિર ઉપર વીએચપીનો હક્ક છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજેશભાઈ પટેલે કહ્યુ કે, આ ટ્રસ્ટ વીએચપીના નામનું છે. એએચપી અને વીએચપી કાર્યકરો ટ્રસ્ટી તરીકે કામગીરી કરી રહ્યા છે. પરંતુ આજે વીએચપીના અશોક રાવલ સહિતના કાર્યકરો મંદિરમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યા હતાં. વર્ષ 2017માં ચેરિટી કમિશ્નર દ્વારા અમારા ટ્રસ્ટને માન્યતા આપી હતી. મંદિર પર અમારો અધિકાર છે.