ETV Bharat / state

બનાસકાંઠાની જમીન ખેડૂતો પાસેથી હડપી ઉદ્યોગોને પીરસી રહી છે સરકારઃ કાંતિ ખરાડી - Gujarati news

ગાંધીનગરઃ રાજ્યમાં સરકાર ખેડૂત કલ્યાણની મોટી-મોટી બડાઇઓ હાંકીને ખેડૂતોની જમીનો હડપી રહી છે. ત્યારે દાતાના કોંગ્રેસી ધારાસભ્યએ રજૂઆત કરી હતી કે, સરકાર મળતિયાઓને જમીન ખેરાત કરી રહી છે. દાતા તાલુકો બોર્ડર વિસ્તારમાં આવે છે. જેમાં ખારી અને મીઠી બંને પ્રકારની જમીનો આવેલી છે. ત્યારે સરકાર ખેડૂતોની સારી જમીન મળતિયાઓને આપી ખેડૂતોને ખારી જમીન આપી રહી છે. જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પણ તંત્ર આ મુદ્દે કોઇ જવાબ આપી રહ્યું નથી.

બનાસકાંઠાની મીઠી જમીન ખેડૂતો પાસેથી હડપી ઉદ્યોગોને પીરસતી સરકારઃ કાંતિ ખરાડી
author img

By

Published : Jul 10, 2019, 5:34 PM IST

બનાસકાંઠામાં સોલર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને હજારો વીઘા જમીનની જરૂર પડે તેમ છે. ત્યારે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકાર પોતાના મળતિયાઓને સારી જમીન ફાળવવા માટે આ પ્રકારની નિતી ઘડી રહી છે. ફળદ્રુપ જમીનનો વિવિધ ઉદ્યોગો માટે ફાળવી દેવામાં આવે છે. ત્યારે તેની સામે બંજર જમીન ખેડૂતોને આપવામાં આવી કરી છે.

બનાસકાંઠાની મીઠી જમીન ખેડૂતો પાસેથી હડપી ઉદ્યોગોને પીરસતી સરકારઃ કાંતિ ખરાડી

જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પણ સરકારી ખેડૂતોની ચિંતા કર્યા વિના વ્યવસાયિક ધોરણ અપનાવીને ખેતી લાયક જમીનો ઉદ્યોગોને આપી રહી છે. વિવિધ કાયદાઓ બતાવીને ખેડૂતોની જમીન હડપીને ઉદ્યોગો માટે ફાળવી રહી છે. જેના કારણે ધરતી પુત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં ગૌચર સહિતની જમીન બાબતે વિપક્ષ આક્રમકતા દાખવી રહ્યું છે. છતાં સરકાર ખેડૂતોની જમીન આપવા માટે તૈયાર નથી. આમ, એક તરફ તંત્ર ખેડૂતોને કલ્યાણની વાતો કરી રહ્યું છે. તો બીજી તરફ ખેડૂતોની જમીન છીનવીને તેમને પાયમાલ કરી રહ્યું છે.

Intro:હેડિંગ) બનાસકાંઠાની ખારી જમીન ખેડૂતોને, મીઠી જમીન મળતિયાઓને આપવામાં આવી રહી છે : કાંતિ ખરાડી

ગાંધીનગર,

રાજ્યમાં સરકાર વિકાસની વાત આગળ ધરીને ખેડૂતોની જમીનને હડપ કરી રહી છે. ત્યારે દાતાના કોંગ્રેસના ધારાસભ્ય એક સેટ કર્યો હતો કે સરકાર મળતિયાઓને જમીન ખેરાત કરી રહી છે. દાતા બોર્ડર વિસ્તારમાં આવે છે. ત્યારે ખેડૂતોની સારી જમીન મળતિયાઓને પધરાવવામાં આવે છે. જ્યારે ખરાબ જમીન ખેડૂતોને આપવામાં આવે છે.

Body:બનાસકાંઠામાં સોલર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને હજારો વીઘા જમીન એકવાયર કરવામાં આવે છે. ત્યારે તેમણે કહ્યું કે સરકાર પોતાના મળતિયાઓને સારી જમીન ફાળવી દેવામાં માટે આ પ્રકારના પતરા રચી રહી છે. ખેતી થતી જમીનને વિવિધ ઉદ્યોગો માટે ફાળવી દેવામાં આવે છે. ત્યારે તેની સામે બંજર જમીન ખેડૂતોને આપવામાં આવે છે.આ પ્રકારના કારસા રચવાના બંધ કરવા જોઈએ.

Conclusion:રાજ્યમાં ગૌચર સહિતની જમીન બાબતે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. સરકાર એક બાબતે નમતું આપવા તૈયાર નથી કાયદા બતાવીને ખેડૂતોની જમીન હડપ કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો હોટ બને તેવું પણ જોવા મળી રહ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.