ETV Bharat / state

Gandhinagar News : જીવન શૈલી નહીં સુધારશો તો કેન્સર અને હાર્ટ એટેક ના રોગી થશો : આયુર્વેદ પ્રોફેસર - આયુષ વિઝા

આજના યુગમાં ફાસ્ટ લાઈફસ્ટાઈલ, જંકફૂડનો ઉપયોગ વગેરેના મોટા પ્રમાણને લીધે ભારતીયોમાં હાર્ટએટેક, કેન્સર જેવા રોગીઓમાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં હેલ્થ સેક્ટર પર યોજાયેલી G-20 સમિટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, દિલ્હીના ડીન અને પ્રોફેસરે તંદુરસ્ત જીવન જીવવાની આપી છે સલાહ. વાંચો આયુર્વેદ આપણને કેવી રીતે તંદુરસ્ત રાખી શકે છે.

જીવનશૈલી બદલવાથી રહેવાશે તંદુરસ્ત
જીવનશૈલી બદલવાથી રહેવાશે તંદુરસ્ત
author img

By

Published : Aug 18, 2023, 9:06 PM IST

આયુર્વેદથી મટી શકે છે અનેક રોગ

ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારી બાદ હૃદય રોગના કિસ્સામાં વધારો થયો છે. નાના બાળકોથી માંડીને શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ગુજરાતમાં લગભગ 35 જેટલા નાની ઉંમરના લોકોનું હાર્ટઅટેકના કારણે અવસાન થયું છે. G20માં આયુર્વેદિક પદ્ધતિથી સારવાર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ જીવલેણ રોગોની સારવાર આર્યુવેદિક અને પેથોલોજી મદદ થી કરવામાં આવી રહી છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારી બાદ હાર્ટએટેકના કિસ્સામાં વધારો થયો છે, ઉપરાંત હાલના સમયમાં કૅન્સરના રોગો અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં આયુર્વેદથી કેન્સર અને હાર્ટએટેક રોગોનું નિદાન પણ કરવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે વ્યક્તિની બદલાયેલી જીવન શૈલી. લોકોની જીવન શૈલી પહેલા જેવી નથી. સવારના ઊઠવાથી માંડીને રાત્રીના સુવા સુધીમાં આપણે અનેક વાર પ્લાસ્ટિકના સંપર્કમાં આવેલો ખોરાક લઈએ છીએ. સવારની ચા પેપર કપમાં, જમવાનું હોટેલથી આવે એ પેપર અથવા પ્લાસ્ટીકમાં આવે છે. આ પ્લાસ્ટિકની સીધી અસર શરીર પર થાય છે. આમ બિનરોગી રહેવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ બન્ને બદલવા ખૂબ જરૂરી છે. જ્યારે આયુર્વેદ પાસે કોઈ દર્દી આવે છે તો પહેલા જીવન જીવતા શીખવવામાં આવે છે. ત્યારબાદ તેના રોગોનું નિદાન કરવામાં આવે છે. મહેશ વ્યાસ (ડીન, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, દિલ્હી )

દેશમાં 500 આયુર્વેદ કોલેજ-હોસ્પિટલ કાર્યરતઃ આયુર્વેદ ચિકિત્સામાં મનુષ્યના શરીરમાં રોગોના લક્ષણો દર્શાવાયા છે. જેથી વૈદ્યને ખબર પડે છે કેવી રીતે રોગોની સારવાર કરવી. આયુર્વેદ સારવાર દેશની 500 આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલમાં કરવામાં આવે છે. કોરોના કાળ બાદ સમગ્ર વિશ્વમાં મોટા ભાગના લોકો આયુર્વેદિક સારવાર તરફ વળી રહ્યા છે. ઉપરાંત હવે લોકો યોગ તરફ પણ વળ્યા છે.

WHOના વડાએ આયુર્વેદની કરી પ્રશંસાઃ WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસે 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મોટી આદરજ ખાતેની હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓની વિગતવાર માહિતી મેળવીને આયુર્વેદિક ચિકિત્સાની પ્રશંસા કરી હતી. જ્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે આયુર્વેદથી સમગ્ર વિશ્વમાં ભારતની અલગ જ છાપ ઊભી થશે.

આયુર્વેદિક દવાઓની માંગ વધીઃ ગાંધીનગર ખાતે શરૂ થનારી G20 આરોગ્ય બેઠકમાં આયુષ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. વર્ષ 2014 સુધીમાં આયુષ દવાની માંગ ફક્ત 8 મિલિયન ડોલર્સ ની હતી જે હવે 21 મિલિયન ડોલર્સ થઈ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના બાદ આયુર્વેદિક સારવાર અને દવાઓની માંગમાં 8 ગણો વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રની G20 બેઠકમાં 97 દેશોના વડાઓ સાથે ફક્ત આયુષ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જ્યારે સમગ્ર દેશમાં 12,500 જેટલા આયુષ કેન્દ્રો અને દેશના તમામ જિલ્લા, તાલુકામાં યોગ કેન્દ્રો કાર્યરત થયા છે.

વિદેશી દર્દીઓ માટે આયુષ વિઝાઃ ગત વર્ષે ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદિકની સારવાર માટે વિદેશના નાગરિકો માટે આયુષ વિઝાની જાહેરાત કરી હતી. તે માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા જ આયુષ વિઝાની કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેથી વિદેશના દર્દીઓ ભારત આવીને આયુર્વેદિક અને યોગના માધ્યમથી સારવાર કરાવી શકે.

  1. Ayurvedic treatment : મહેસાણાના ગોજારીયામાં આયુષ વિભાગ દ્વારા આયોજીત સારવાર કેમ્પમાં રોગમુક્ત થવાની લોકોએ ખુશી વ્યક્ત કરી
  2. અનાદિકાળથી ચાલી આવતી આયુર્વેદ પદ્ધતિ આજે પણ એટલી જ કરાગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.