રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 204 ડેમમાંથી 42 ડેમ 25 થી 50 ટકા સુધી ભરાયા છે. જ્યારે 4 ડેમો 100 ટકા એટલે કે સંપૂર્ણ, 7 ડેમમો 70 થી 100 ટકા તેમજ 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે.
રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં
- સરદાર સરોવરમાં 24,438,
- દમણગંગામાં 1,65,945
- ઉકાઇમાં 44,937
- શેત્રુંજીમાં 18,828
- કરજણમાં 5,850
- ઓઝત-વીઅર(વંથલી)માં 5,043
- ઓઝત-વીઅરમાં 3,990
- કડાણામાં 1,715
- ઝુજમાં 1,567
- વણાકબોરીમાં 1,500
- વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં 1,449
- ઓઝત-૨માં 1,288 અને
- આજી-૩માં 1,194
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 15.78 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.88 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.84 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.88 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 18.95 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 31.57 ટકા એટલે 1,75,769.82 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.